- ફ્રાન્સની લેખિકાએ સાહિત્ય નોબેલ પુરસક્રા મેળવ્યો
- ફ્રાન્સની લેખિકા એની એર્નોક્સ એ જીત્યો આ પુરસ્કાર
દિલ્હીઃ- સાહિત્ય નોબેલ પુરસ્કાર ની જાહેરાત કરવામાં આવી ચૂકી છે ત્યારે ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સ આ પુરસ્કાર મેળવ્યો છેનોબેલ પુરસ્કાર સમિતિ દ્વારા એનીના નામની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.
એનીએ તેમના લેખન દ્વારા ક્લિનિકલ એક્યુટી પર ઘણા લેખો લખ્યા છે. એની આર્નોક્સે ફ્રેન્ચ અને અંગ્રેજીમાં ઘણી નવલકથાઓ, લેખો, નાટકો અને ફિલ્મો પણ લખી છે. ફ્રેંચ લેખિકા એની આર્નોક્સનો જન્મ 1940માં થયો હતો. તે ફ્રાન્સના નોર્મેન્ડીના નાના શહેર યવેટોટમાં મોટી થઈ હતી.
એની એર્નોક્સની પ્રસિદ્ધ કૃતિઓમાં જર્નલ ડુ દેહોર્સ, લા વિ એક્સટેરીઅર પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તકોમાં એનીએ તેના બાળપણના લેખોનો સમાવેશ કર્યો છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માટે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર બ્રિટિશ નવલકથાકાર અબ્દુલરાઝક ગુરનાહ આપવામાં આવ્યો હતો. ગુરનાહની નવલકથા પેરેડાઇઝ ખૂબ જ પ્રખ્યાત થઈ છે.
આવતી કાલે શુક્રવારે વર્ષ 2022 નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં પુરસ્કારની જાહેરાત 10 ઓક્ટોબરે કરવામાં આવશે.આ પહેલા પણ રસાયણશાસ્ત્રનું નોબેલ,ભૌતિકશાસ્ત્રનું નોબેલ અને મેડિસિનનું નોબેલના પુરસ્કાર એનાયત કરવામાં આવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે એની એરનોક્સનું લેખન એ એક રાજકીય કાર્ય છે, જે સામાજિક અસમાનતા તરફ આપણી આંખો ઇઘાડે છે. આ હેતુ માટે તે ભાષાનો ઉપયોગ તેજઘારની ચપ્પુની જેમ કરે છે અને તેમના માટે તે જાણીતકી છે.તેનું લેખન લોકોને પ્રેરીત કરે છે.