- ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારની ઘોષણા
- રોજર પેનરોઝ, રેનહર્ડ અને એન્ડ્રિયા ઘેઝને નોબેલ પુરસ્કાર એનાયત
વર્ષ 2020 દરમિયાન ભોતિક વિજ્ઞાન ક્ષેત્રમાં પણ નોબેલ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી ચૂકી છે, આ માટેના નામની જાહેરતા કરવામાં આવી છે,જેમાં રોજર પેનરોઝ, રેનપર્ડ અને એન્ડ્રિયા ઘએઝનો સમાવેશ થાય છે, આ પુરસ્કારની રકમમાંથી અડઘો ભાગ પેનરોઝને આપવામાં આવશે, બાકતી બચેલી રકમમાંથી બે ભાગ કરીને રેનહાર્ડ અને એન્ડ્રીયાને આપવામાં આવશે
આ વખતે આ પ્રતિષ્ઠિત એવોર્ડ રોજર પેનરોઝને એ શોધ માટે આપવામાં આવ્યો છે કે બ્લેક હોલની રચના સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતનો એક મજબુત પૂર્વાનુમાન છે, રેનહર્ડ ગેજેન્સ અને એન્ડ્રીયા ઘેઝને આ પુરસ્કાર ગેલેક્સીના કેન્દ્રમાં સુપરમૈસીવ કોમ્પેક્ટ ઓબ્જેક્ટની શોધ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આઈન્સ્ટાઇન પોતે જે બાબતે વિશ્વાસ નહોતો જે પેનરોઝે સાબિત કરી બતાવ્યું
આ સંદર્ભે, નોબેલ પારિતોષિક દ્વારા બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રોજર પેનરોઝે તેમના પુરાવામાં સરળ ગણિતિય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો કે, બ્લેક હોલ અલ્બર્ટ આઈન્સ્ટાઇનના સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતનું પ્રત્યક્ષ પરિણામ છે. જોકે, આઈન્સ્ટાઇન પોતે આ બાબતે વિશ્વાસ, નહોતો કર્યો, કે બ્લેક હોલ ખરેખર છે.
પેનરોઝનો સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતમાં સૌથી મહત્વપૂર્ણ ફાળો
જાન્યુઆરી વર્ષ 1965 માં, પેનરોઝે સાબિત કર્યું કે, બ્લેક હોલ વાસ્તવમાં બની શકે છે અને તનું વિગતવાર વર્ણન કર્યું કે, તેમની પાસે અવી વિલક્ષણતા અથવા એકલતા હોય છે જેમાં જેમાં પ્રકૃતિના બધા જાણીતા નિયમો સમાપ્ત થી જાય છેતેમના આ લેખને આઈન્સ્ટાઇન પછી સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતમાં સૌથી મહત્વપૂર્ણ ફાળો માનવામાં આવે છે.
રેનહર્ડ ગેન્ઝેલ અને એન્ડ્રિયા ઘેઝના પુરાવા અત્યાર સુધીના ખાતરીપૂર્ણ પુરાવા છે
રેનહર્ડ ગેન્ઝેલ અને એન્ડ્રિયા ઘેઝ વિશ્વના સૌથી મોટા ટેલિસ્કોપ્સનો ઉપયોગ કરીને આકાશગંગાના મધ્યમાં આંતરમાર્ગીય ગેસ અને ધૂળના વિશાળ વાદળોની રપાર દેખવાની રીતો વિકસાવી હતી. તેમના કામથી અમને આકાશગંગાના કેન્દ્રમાં સુપરમૈસીવ બ્લેક હોલ હોવાના અત્યાર સુધીના સૌથી ખાતરીપૂર્ણ પુરાવા આપવામાં આવ્યા છે.
સાહીન-