Site icon Revoi.in

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 29મી ઓક્ટોબરથી ભરાશે ઉમેદવારી ફોર્મ, જાણો સમગ્ર કાર્યક્રમ

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક રાજકારણમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે. તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી અને પ્રચાર-પ્રસારની રણનીતિને લઈને કવાયત શરૂ કરવામાં આવશે. દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તા. 29મી ઓક્ટોબરથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના અને એનસીપી માટે ખાસ રહેવાની શકયતા છે. મતદારો એનસીપીમાં શરદ પવાર કે અજીત પવાર અને બીજી તરફ શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે કે એકનાથ શિંદે જૂથ તરફી મતદાન કરે છે તેની ઉપર લોકોની નજર મંડાયેલી છે.

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 23 નવેમ્બરે આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે જેમાં બહુમતી મેળવવા માટે 145 બેઠકોની જરૂરિયાત હોય છે.

મહારાષ્ટ્રમાં આ વખતે નામાંકન ભરવાની તારીખ 22/10/2024 થી શરૂ થશે અને 29/10/2024 સુધી નામાંકન ભરાશે જ્યારે નામાંકન પત્રોની તપાસ 30/10/2024 ના રોજ થશે અને નામાંકન પરત ખેચવાની તારીખ 04/11/2024 સુધીની રહેશે જ્યારે મતદાનની તારીખ 20/11/2024ની રહેશે અને ચુંટણીના પરિણામની તારીખ 23/11/2024ની રહેશે. મહારાષ્ટ્રમાં કુલ 9.63 કરોડ મતદારો છે, જેમાંથી 4.97 કરોડ પુરુષો અને 4.66 કરોડ મહિલાઓ છે. 20-29 વર્ષની વયના 1.85 કરોડ મતદારો છે. 20.93 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે.