Site icon Revoi.in

રામનવમી અને મહાવીર જયંતિ પર નોનવેજનું વેચાણ થશે નહીં,રાજકોટ મનપાનું જાહેરનામું

Social Share

રાજકોટ:આગામી 10 એપ્રિલના રોજ રામનવમીના પર્વની ધામધૂમથી ઉઅજ્વાની કરવામાં આવશે.આ ઉપરાંત 14 એપ્રિલના રોજ મહાવીર જયંતિની ઉજવાશે.જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ,મટન,મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જેથી સર્વેએ આ જાહેરનામાંની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાંનો ભંગ કરનાર સામે ધી.જી.પી.એમ.સી એક્ટ 1949 અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,કોઈ પણ ધાર્મિક તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કતલખાના બંધ રાખવાની જાહેરાત કરવામાં આવતી હોય છે.ત્યારે રામનવમી અને મહાવીર જયંતિ નિમિતે પણ કતલખાનાઓ બંધ રાખવામાં આવશે.