ભારતીય શેરબજારો લીલા નિશાન પર ખુલ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય હલચલ
નવી દિલ્હીઃ ભારતીય શેરબજારો શુક્રવારે લીલા નિશાન પર ખૂલ્યા હતા, પરંતુ વેચાણના દબાણને કારણે થોડા જ સમયમાં તેમાં ઘટાડો થયો હતો. સવારે 9:35 વાગ્યે, BSE સેન્સેક્સ 201 પોઈન્ટ ઘટીને 76,608 પર અને NSE નિફ્ટી 43 પોઈન્ટ ઘટીને 23,359 પર કારોબાર કરી રહ્યો હતો.
બે દિવસીય બેન્ક ઓફ જાપાનની પોલિસી બેઠકના નિર્ણયની જાહેરાત પૂર્વે એશિયાના બજારોમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. તેની સાથે આજે સ્થાનિક ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી પણ નરમાઈ જોવા મળી રહી છે. જો કે, હાલમાં સેન્સેક્સ 76,800ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 16 પોઈન્ટના વધારા સાથે 23,400 પર ટ્રેડ કરી રહ્યો છે.
માર્કેટમાં આઈટી સેક્ટમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં આજે ટાઈટન, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્કના શેરમાં તેજી દેખાઈ રહી છે. જ્યારે નિફ્ટીમાં એનટીપીસી, વિપ્રોસ, કોટક બેન્કના શેરની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.