- છેલ્લા 24 કલાકમાં 10,649 કેસ સામે આવ્યા
- વિતેલા દિવસની તુલનામાં કેસની સંખ્યા 24 ટકાનો ઉછાળો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે જ્યાં એક તરફ છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોની સંખ્યા 10 હજારની અંદક નોંધાઈ રહી હતી ત્યારે ફરી એક વખત છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના આંકડાએ 10 હજારની સંખ્યાને વટાવી છે વિતેલા દિવસની સરખામણીમાં 24 ટાકા કેસો વધ્યા છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરોનાના કુલ 10 હજાર 649 નવા કેસ નોંધાયા છે, તો સમાન સમયગાળા દરમિયાન કોરોનામાં કુલ 36 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
જો કે કોરોનાના સક્રિય કેસોની આપણે વાત કરીએ તો હવે સક્રિય કેસો એક લાખથી પણ ઓછા જોવા મળી રહ્યા છે કારણ કે સાજા થનારા અને નવા નોંધાતા દર્દીઓની સંખ્યા લગભગ સરખા પ્રમાણે જ જોવા મળે છે જેથી સક્રિય કેસો હવે દેશમાં 96 હજાર 442 થયા છે.આ સાથે જ સક્રિય કેસો કુલ કેસના 0.22 ટકા જોવા મળે છે.
જો દેશમાં સાજા થનારાની વાત કરવામાં આવે તો આ સમાન સમય ગાળા દરમિયાન કુલ 10 હજાર 677 લોકો કોરોનાથી સાજા થયા છે.. છેલ્લા 24 કલાકમાં 27,17,979 રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 2,10,58,83,682 રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સાજા થવાનો કુલ રિકવરી રેટ લગભગ 98.59 ટકા પર પહોંચી ગયો છે .