Site icon Revoi.in

કેરળના બે બાળકોમાં થઈ ‘નોરોવાયરસ’ની ઓળખ, બન્ને બાળકોની હાલત સ્થિર

Social Share

કેરળના વિઝિંજમમાં નોરોવાયરસના બે કેસની પુષ્ટિ  કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્ય વિભાગે સ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. વિસ્તારમાંથી સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેની સામેના પગલાઓ તેજ કરવામાં આવી રહ્યા છે.

આ વાયરસ બે બાળકોમાં જોવા મળ્યા છે જો કે હાલ બંને બાળકોની હાલત સ્થિર છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ દરેકે સાવચેતી રાખવી જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ.

કેરળના અલપ્પુઝા જિલ્લાના કાયમકુલમ ખાતે સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના આઠ વિદ્યાર્થીઓને શનિવારે એક હોસ્પિટલમાં તાત્કાલિક  દાખલ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓએ ખોરાકના ઝેરના શંકાસ્પદ કેસને કારણે તેમની હાલત બગડી હતી

ત્યાર બાદ આ બાળકોની તપાસ કરતા માલૂમ પડ્યું કે બે બાળકોમાં નોરોવાયરસનું સંક્રણ જોવા મળ્યો હતું. મીડિયા રિપોર્ટ મુજબ વિદ્યાર્થીઓના નમૂનાઓનું સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, આ વાયરસનો સંક્રમણ ઝડપથી શોધી શકાય છે.ત્યારે હવે આ બે કેસ આવ્યાથી તંત્ર સજ્જ બન્યું છે ,દરેક લોકોને સાવચેતીના પગલા લેવાની અપીલ કરવામાં આવી છે