અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. કચ્છ જિલ્લાનું નલિયા 8.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
તો, રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. અન્ય શહેરોની વાત કરીએ તો, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી, વડોદરામાં 15.2 ડિગ્રી અને સુરતમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું..આ તરફ ઉત્તર ભારતમાં હજુ બે દિવસ ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કેટલાક રાજ્યોમાં માવઠું પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.