Site icon Revoi.in

ઉત્તર ગુજરાતઃ પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માર્કા વિનાના રમકડાં સહિતની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તર ગુજરાતમાં માર્ક વિનાના પેકેજિંગ પીવાનું પાણીનું વેચાણ કરતા એકમ ઉપર ભારતીય માનક બ્યુરોએ દરોડા પાડ્યાં હતા.

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક વિનાના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે પાટણ સ્થિત એક સ્થળ ઉપર દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન આઈએસઆઈ માર્ક ધરાવતા વોટર પ્લસ અને અમૃત બ્રાન્ડની પેકેજ્ડ ડ્રિકિંગ વોટરની બોટલોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓ બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ મેળવ્યા વિના આઈએસઆઈ માર્ક ધરાવતા આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિહ્ન માટે (આઈએસઆઈ) લાયસન્સ મેળવ્યા વિના ઉત્પાદક ઉત્પાદન કરી શકશે નહીં.

ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 200000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.