- ઉત્તરભારતમાં ઠંડીનો કહેર
- ગાઢ ઘુમ્મસને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો
દિલ્હી- દેશભમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છએ ત્યારે ઉત્તરભારતમાં ભઆરે છંડી જોવા મળી રહી છએ તો સાથે ઘુમ્મસ પણ છવાયું છે,ગાઢ ઘુમ્મસના કારણે વિમાન સેવા અને ટ્રેન સેવા પર અસર પડી રહી છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ ચાલુ છે અને હાલમાં તેનાથી કોઈ રાહત નથી.
ગાઢ ઘુુ્મસને લઈને દિલ્હી એરપોર્ટે આજે સવારે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે, તેમણે માહિતી આપી છે કે આ સમયે તમામ ફ્લાઇટ્સનું સંચાલન સામાન્ય રીતે થતું જોવા મળે છે, તેમ છતાં મુસાફરોએ સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા જણાવ્યું હતું આ ઉપરાંત ધુમ્મસના કારણે ઉત્તર રેલવેની 12 ટ્રેનો મોડી ચાલી રહી છે અને બે ટ્રેનોનું સમયપત્રક બદલાઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં દેશભરમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે જુદા-જુદા રાજ્યોમાં શાળાઓ બંધ કરવાની સૂચના અપાઈ છે. ઘણા રાજ્યોમાં તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ છે, જ્યારે કેટલાક રાજ્યોમાં વહીવટી સ્તરે નિર્ણય લેવા માટે આદેશ અપાયો છે.આ સ્થિતિમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કેટલા દિવસો સુધી શાળાઓ બંધ રખાઈ છે.