ઉત્તર ભારતના ખેડૂતોને નુક્સાન થવાની સંભાવના, વરસાદની આગાહી
- ઉત્તર ભારતના ખેડૂતોને નુક્સાન થવાની સંભાવના
- ભારે વરસાદની કરવામાં આવી આગાહી
- ધોધમાર વરસી શકે છે વરસાદ
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદ જેવું વાતાવરણ બનેલું રહે છે. ખેડૂતો વરસાદ આવે તેની રાહ તો જોતા હોય છે પણ વધારે વરસાદ ન આવી જાય તેની પણ ચિંતા હોય છે. આવા સમયમાં આઈએમડીએ એટલે કે હવામાન વિભાગ દ્વારા સોમવારે વરસાદને લઈને આગાહી કરી છે. આઈએમડીએ કહ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધારે વરસાદની શક્યતા છે. ઓગસ્ટમાં સામાન્ય વરસાદ રહેશે અને 2 મહિનામાં 95-105 ટકાનો વરસાદ રહેશે.
આઈએમડીના પૂર્વાનુમાન કેન્દ્રના પ્રમુખે કહ્યું કે દિલ્હીમાં ઓગસ્ટમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. આ દીર્ઘકાલીન સરેરાશ 95-105 ટકા હોઈ શકે છે. હવામાનની જાણકારી અનુસાર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. તેઓએ કહ્યું કે ઉત્તર પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી નીચેથી લઈને સામાન્ય વરસાદ થઈ શકે છે.
અનુમાનના આધારે કહેવાયું છે કે મધ્યભારતના અનેક ભાગમાં વરસાદ સામાન્યથી ઓછો રહી શકે છે. દિલ્હીમાં જુલાઈમાં ભારે વરસાદ અને અનિયમિત હવામાનના કારણે ઓગસ્ટમાં અહીં સામાન્ય વરસાદનું અનુમાન છે. ગયા ચોમાસાની વાત કરીએ તો દિલ્હીમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં હતો. આ સાથે મહાનગરમાં જુલાઈ અને ઓગસ્ટમાં ક્રમશઃ 210.6 મીમી અને 247.7 મીમી વરસાદ થાય છે.
રાજધાનીમાં આ વર્ષે જુલાઈમાં અસમાન્ય રીતે 507.1 મીમી વરસાદ થયો છે. આ સાથે જુલાઈ 2004 બાદ આ સર્વાધિક વરસાદ છે. હવામાનના અનુસાર દિલ્હીમાં 2013માં 340.5મીમી વરસાદ છે તો જુલાઈ 2003માં તે 632.2 મીમી રહ્યો હતો.