- ઉત્તરભારતમાં ગાઢ ઘિમ્મસ છવાયું
- શીતલહેરના કારણે ભારે ઠંડીનું અનુભવ
દિલ્હીઃ શિયાળાની સિઝનમાં ઉત્તર ભારતની હાલત ખૂબ કથળી જાય છે ત્યારે ફરી એક વખત આ સિઝનમાં ઉત્તર ભારત ઠંડીમાં ઠુઠવાયું છે ,સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ઘુમ્મસ સહીત શીતલહેરના કારણે લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી પૂર્વી ઉત્તર પ્રદેશ બુધવારથી જ તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. તો જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની પણ શરુઆત થી ચૂકી છે જેના કારણે તેની અસર મેદાની વિસ્તારોમાં છંડી રુપે જોવા મળી રહી છે.
આ સાથે જ દેશની રાજધાની અને પડોશી વિસ્તારોમાં વિઝિબિલિટીમાં થોડો સુધારો થયો હોવા છતાં, આજે વહેલી સવારથી જ ભારે ઠંડી પડી રહી છે તો વિતેલા દિવસે રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ઘણી ટ્રેનો મોડી પડી હતી.
હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે બુધવારે સવારે 5:30 વાગ્યે ભટિંડામાં વિઝિબિલિટી 0 મીટર, અમૃતસર, ગંગાનગર અને બરેલીમાં 25-25 મીટર અને અંબાલા, બહરાઇચ અને વારાણસીમાં 50-50 મીટર હતી ત્યારે આજની સ્થિતિ સામાન્ય છે પરંતુ શીત લહેરના કારણ ેઠંડીએ માજા મૂકી છે.
ભારતીય હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કહ્યું છે કે ઠંડીમાં હાલ હવે કોઈ રાહત નહીં મળે. ગંગાના મેદાનો પર ભેજ અને હળવા પવનને કારણે આગામી 24 કલાક દરમિયાન રાત્રે અને વહેલી સવારના કલાકો દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કેટલાક દિવસો સુધી લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે લખનૌ-ગોરખપુર નેશનલ હાઈવે પર બસ એક ટ્રક સાથે અથડાઈ અને પલટી જવાની પણ ઘટના બની હતી. જે બાદ એક પછી એક અનેક વાહનો બસ સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે.