ઉત્તર ભારતઃ દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ
નવી દિલ્હીઃ પહાડો પર પડી રહેલા વરસાદ અને બરફની અસર આખરે રાષ્ટ્રીય રાજધાનીમાં જોવા મળી હતી. દિલ્હી-એનસીઆરમાં રાત્રે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે 21 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 ફેબ્રુઆરીએ પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં વરસાદ પડી શકે છે.
પશ્ચિમી હિમાલય વિસ્તારમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. અરબી સમુદ્રમાંથી ભેજ વહન કરતા પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ બંનેની અસરને કારણે પહાડી વિસ્તારોના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. આ અસરને કારણે આગામી બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પહાડો પર પણ હિમવર્ષા થશે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડી શકે છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડવાની શક્યતા છે.