ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયેલું ઉત્તર ભારત, સેટેલાઈટ ઈમેજમાં નિહાળો અદભૂત નજારો
દિલ્હીઃ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે. એની સાથે જ ઘાઢ ધુમ્મસ છવાવા લાગી છે. મંગળવારએ દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સાથે દેશના ઘણા રાજ્યોં ધાઢ ધુમ્મસ જોવા મળી હતી. દરમિયાન હવામાન વિભાગ(IMD)એ, આ રાજ્યોની ધાઢ ધુમ્મસવાળી સેટેલાઈટ ઈમેજ પણ મોકલી છે.
હવામાન વિભાગ તરફથી આ વિષય પર મોકલાવેલ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે નવા વર્ષમાં આ રાજ્યોમાં શિયાળાની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ હાલ 28 ડિસેમ્બર સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં હજી ઘાઢ ધુમ્મસ જોવા મળશે. રાજધાની દિલ્હીમાં ઘણી જગ્યાએ વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે. એનું કારણ પ્રદુષણ અને ઘાઢ ધુમ્મસ છે. દિલ્હી સિવાય રાજસ્થાન, યુપી, હરિયાણા અને પંજાબમાં કેટલાક વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. હવામાન વિભાગે બે દિવસ પહેલા જ ઘાઢ ધુમ્મસ છવાવવાનું અને તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
IMDનું માનીએ તો, આગામી બે દિવસમાં ધુમ્મસ હજી વધશે. દિલ્હીમાં 28 ડિસેમ્બર સુધી મધ્યમથી ગાઢ ધુમ્મસ જોવા મળશે, પંજાબ અને હરિયાણામાં કોલ્ડ વેવનું એલર્ટ જારી કર્યું છે. અહીં સુસવાટા મારતા ઠંડા પવનો ફુંકાશે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલા માટે લોકોએ કારણ વગર ઘરની બહાર ના નિકળવાની પણ સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર ગુરુવાર સુધી પંજાબ, હરિયાણા, ચંદિગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં અને બુધવારે રાજસ્થાન તથા ઉત્તરી તેમજ મધ્ય પ્રદેશમાં સવારના સમયે ઘાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.