Site icon Revoi.in

નોર્થ કોરિયા પૈસા કમાવવા હેકિંગના માર્ગ પર, હેકર્સોની મદદથી 3000 કરોડની ક્રિપ્ટોકરન્સીની કરી ચોરી

Social Share

દિલ્હી: નોર્થ કોરિયાના તાનાશાહ કિમ-જોન-ઉન દ્વારા હવે પૈસા કમાવવા માટેનો નવો માર્ગ શોધ્યો હોય તેમ લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાના હેકર્સે 2021માં 400 મિલિયન ડોલર એટલેકે 3000 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. ગયા વર્ષે ઉત્તર કોરિયાના હેકર્સે ઓછામાં ઓછા સાત વખત ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ પર હુમલો કર્યો હતો અને 400 મિલિયન ડોલરની કિંમતની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી હતી. 2020ની સરખામણીમાં તેમાં 40 ટકાનો વધારો નોંધાયો છે.

જો કે ઉત્તર કોરિયા દ્વારા એવા પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે જે અન્ય દેશોની સામાન્ય જનતાનો જોખમમાં મુકી શકે. આ કારણે તેના પર કેટલાક પ્રકારના પ્રતિબંધો નાખવામાં આવ્યા છે. આવામાં આંતરરાષ્ટ્રીય પોલીટિકલ એક્સપર્ટ એમ પણ કહે છે કે તે દેશમાં અત્યારે બેરોજગારી ચરમસીમાં પર છે અને લોકો પાસે ખાવાનું પણ બચ્યું નથી.

યુનાઈટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) પણ દાવો કરે છે કે ઉત્તર કોરિયાના શાસકો હેકર્સને મદદ કરે છે. આ ફંડની મદદથી ન્યુક્લિયર આર્મ પ્રોગ્રામને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા વૈશ્વિક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે જેણે તેની નાણાકીય સ્થિતિ વધુ ખરાબ કરી છે. હેકર્સની મદદથી કિમ જોંગ ઉન પણ અર્થવ્યવસ્થાને ટેકો આપી રહ્યા છે.