ઉત્તર કોરિયા વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ બનવા માંગે છે,કિમે યુએસને આપી ચેતવણી
દિલ્હી:ઉત્તર કોરિયા સતત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે.અમેરિકાએ આ અંગે વારંવાર ચેતવણી આપી છે, પરંતુ આ તાનાશાહી દેશ તેને સ્વીકારી રહ્યો નથી.હવે કિમ જોંગ ઉનનું કહેવું છે કે,ઉત્તર કોરિયાના વૈજ્ઞાનિકોએ બેલેસ્ટિક મિસાઈલ પર પરમાણુ શસ્ત્રો લાગુ કરવાની ટેક્નોલોજીમાં મોટી સિદ્ધિ મેળવી છે.પોતાના ઈરાદાઓને સાફ કરતા તેમણે કહ્યું કે,તેમના દેશનું અંતિમ લક્ષ્ય વિશ્વની સૌથી શક્તિશાળી પરમાણુ શક્તિ પ્રાપ્ત કરવાનું છે.
તાજેતરમાં ઉત્તર કોરિયાએ સૌથી મોટી બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી.કિમ સરકારે આમાં સામેલ ડઝનબંધ સૈન્ય અધિકારીઓને પ્રમોટ કર્યા. કિમની ઘોષણા દેશની નવી હ્વાસોંગ-17 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) નું પરીક્ષણ કર્યા પછી અને 18 નવેમ્બરના રોજ યુએસ પરમાણુ જોખમોનો સંકલ્પ લીધા બાદ આવી છે.
પોતાના અધિકારીઓને પ્રમોશન આપ્યા બાદ કિમે કહ્યું કે,પરમાણુ ક્ષમતા વધારવાનું એકમાત્ર કારણ દેશ અને લોકોની ગરિમા અને સાર્વભૌમત્વની મજબૂતીથી રક્ષા કરવાનું છે અને તેનું અંતિમ લક્ષ્ય વિશ્વની સૌથી શક્તિશાળી વ્યૂહાત્મક શક્તિ બનવાનું છે. Hwasong-17 ને વિશ્વના સૌથી મજબૂત વ્યૂહાત્મક શસ્ત્ર તરીકે વર્ણવતા, તેમણે કહ્યું કે તે ઉત્તર કોરિયાના સંકલ્પ અને આખરે વિશ્વની સૌથી મજબૂત સૈન્ય બનાવવાની ક્ષમતા દર્શાવે છે.વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, લશ્કરી અધિકારીઓ અને પરીક્ષણમાં સામેલ અન્ય લોકો સાથે ફોટો ખેચાવતા કિમે જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે,અસાધારણ રીતે ઝડપી ગતિએ દેશનું પરમાણુ વિસ્તરણ કરવાનું શરૂ રાખીશું.
KCNAએ કહ્યું કે મિસાઈલે વિશ્વને સ્પષ્ટપણે સાબિત કરી દીધું છે કે DPRK એક સંપૂર્ણ વિકસિત પરમાણુ શક્તિ છે જે અમેરિકી સામ્રાજ્યવાદીઓના પરમાણુ સર્વોચ્ચતા સામે ટકી રહેવા સક્ષમ છે અને સૌથી શક્તિશાળી ICBM રાજ્ય તરીકે પોતાની તાકાતનો સંપૂર્ણ ઉપયોગ કરી ચૂક્યો છે.