Site icon Revoi.in

નોર્થ કોરિયાના નેતા કિમ જોંગે સાઉથ કોરિયાને આપી પરમાણુ હુમલાની ધમકી

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયેલ-ઈરાનમાં ભીષણ જંગની આશંકાની વચ્ચે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સાઉથ કોરિયા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કિમ જોંગે સાઉથ કોરિયાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના સંકટમાં છે. રશિયા-યુક્રેનથી લઈને ઈઝરાયેલ-હમાસ, ઈઝરાયલ-હિઝબુલ્લા, ઈઝરાયલ-હુથી, ઈઝરાયેલ-ઈરાન, લગભગ સમગ્ર મધ્ય એશિયા ભયંકર યુદ્ધની ઝપેટમાં છે. ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા ખુલ્લેઆમ નેતન્યાહુનું સમર્થન કરી રહ્યું છે જ્યારે રશિયા ઈરાનના સમર્થનમાં સામે આવ્યું છે. ચીન પણ ઈરાનના પક્ષમાં છે. આ સંજોગોમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો અનેકગણો વધી ગયો છે.

હકીકતમાં કિમ બુધવારે પ્યોંગયાંગની પશ્ચિમમાં સ્પેશિયલ ફોર્સ મિલિટરી ટ્રેનિંગ બેઝનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે બેઝ પર હાજર સશસ્ત્ર દળોને સંબોધિત કર્યા. આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ કોરિયાએ લશ્કરી પરેડ યોજ્યા પછી તેમનું નિવેદન સામે આવ્યું છે. આમાં સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ધમકી આપી હતી કે જો પ્યોંગયાંગ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે તો ઉત્તર કોરિયાના શાસનનો સફાયો થઈ જશે.

યુને કહ્યું હતું કે, ‘જો ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે તો તેને અમારી સેના, અમેરિકા અને રિપબ્લિક ઓફ કોરિયા ગઠબંધન તરફથી સખત અને ભારે જવાબનો સામનો કરવો પડશે. તે દિવસે ઉત્તર કોરિયાના શાસનનો અંત આવશે.