આ તો કેવો નિર્ણય, લગ્ન પ્રસંગ્રમાં માત્ર 150 અને રાજકીય અને ધાર્મિક પ્રસંગ્રોમાં 400 વ્યક્તિઓને છૂટ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો રોગચાળો કાબુમાં આવી ગયો છે, હવે ખૂબ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો પણ સાવ હળવા કરી દીધા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે.
8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત રહી શકશે એવી બે દિવસ પહેલાં મળેલી કોર કમિટીની બેઠકમાં જાહેરાત કરી હતી. પરંતુ નવી કોવિડ ગાઈડલાઈન જાહેર કરી તેમાં સરકારે ફેરવી તોળ્યું છે. જેમાં સરકારે લગ્ન પ્રસંગમાં 400ની જગ્યાએ સંખ્યામાં ઘટાડો કરીને 150 લોકોને મંજુરી આપવામાં આવી છે. જ્યારે રાજકીય અને ધાર્મિક પ્રસંગોમાં 400 લોકોને છુટ અપાઈ છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હાલ રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.
અગાઉ સરકારે જાહેરાત કરી હતી કે, લગ્ન પ્રસંગોમાં 400 લોકો ઉપસ્થિત રહી શકશે. જોકે હાલ ચાતુર માસમાં મોટાભાગે લગ્નો યોજાતા નથી. હવે સરકારે લગ્ન પ્રસંગમાં 400ની જગ્યાએ સંખ્યામાં ઘટાડો કરીને 150 લોકોને મંજુરી આપવામાં આવી છે. જ્યારે રાજકીય અને ધાર્મિક પ્રસંગોમાં 400 લોકોને છુટ આપવામાં આવી છે.