- ઉત્તરપ્રદેશના 24 જીલ્લાઓ કોરોના મૂક્ત
- 24 જીલ્લાઓમાં એક પણ
લખનૌઃ- વૈશ્વિક મહામારી કોરોના એ સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવ્યો હતો તો બીજી તરફ કોરોનાને પહોંચી વળવા માટે વેક્સિનેશનને પણ સરકાર દ્રારા સતત વેગ આપવામાં આવી રહ્યો છે, કોરોનાની બીજી તરંગ પર ઉત્ર પ્રદેશ જેવા રાજ્યએ મોટે ભાગે નિયંત્રણ મેળવું લીધુ છે જો એમ કહીએ તો ખોટૂ નતી.
ઉત્તર પ્રદેશ પ્રદેશમાં કોવિડ વૈક્સીનેશનનો આંકડા 7 કરોડ 69 લાખ 93 હજાર પર પહોંચી ચૂક્યો છે. અત્યાર સુધી 6 કરોડ 46 લાખથી વધુ નાગરિકોને કોરોનાના રક્ષણ સામેની વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.આ દેશનું એવું રાજ્ય બન્યું છે કે જ્યા સૌથી વધુ રસીકરણ થયેલું જોવા મળે છે.
આજ રોજ શનિવારે જાણવા મળેલી માહિતી પ્રમાણે યુપીના 24 જીલ્લાઓ સંપૂર્ણપણે કોરોના મૂક્ત બન્યા છે,આ જીલ્લાઓમાં અલીગઢ, અમીઠી, અમરોહા, અયોધ્યા, બાગપત, બલિયા, બાંદા, બસ્તી, બિજનૌર, ચિત્રકૂટ, દેવરિયા, ફતેહપુર, ગાજીપુર, ગોંડા, હમીરપુર, હરદોઈ, હાથરસ, લલિતપુર, મહોબા, મુજફફરનગર, પીલીભીત, રામપુર, શામલી અને સીતાપુરનો સમાવેશ થાય છે. અહીં આજે કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી.
છેલ્લા 24 કલાકમાં 63 જીલોમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી, બીજી તરફ 12 જીલ્લામાં એક અંકમાં દર્દીઓ નોંધાયા છે. વર્તમાનમાં આ રાજ્યમાં એક્ટિવ કોવિડ કેસની સંખ્યા 300 થી પણ ઓછી જોવા મળી રહી છે,આજે કોરોનાના કુલ દર્દીઓ 250 જોવા મળી રહ્યો છે,કોરોનાનો રિકવરી દર 98.7 ટકા રહ્યો છે. શુક્રવારનો દૈનિક કોરોના સકારાત્મક દર 0.01 ટકા રહ્યો હતો.