- બીજા દિવસે મિઝોરમમાં કોરોનાનો એક પણ કેસ નહીં
- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 110 દર્દીઓ થયા સાજા
આઇજોલ : મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 110 દર્દીઓ સાજા થયા છે. તો, રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું. પોઝિટીવ કેસની કુલ સંખ્યા હવે 18 હજાર 398 છે, જેમાં 4,302 એક્ટિવ કેસ છે. કુલ 14 હજાર 10 લોકોને રજા આપવામાં આવી છે અને 86 લોકોનાં મોત નીપજ્યાં છે.
મિઝોરમમાં લોકડાઉન 30 જૂન સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉનું લોકડાઉન 21 જૂને સમાપ્ત થયું હતું. તો, પહેલીવાર ઉત્તર-પૂર્વના બે રાજ્યો મણિપુર અને મિઝોરમમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટના કેસો મળી આવ્યા છે. ડેલ્ટા વેરિયન્ટની હાજરી હૈદરાબાદ લેબોરેટરીમાં મણિપુરના 20 નમૂનાઓમાંથી 18 નમૂનાઓમાં મળી આવી હતી, જ્યારે કોલકતામાં મોકલવામાં આવેલા મિઝોરમના ચાર નમૂનાઓમાં પણ તેની પુષ્ટિ થઈ છે. મિઝોરમમાં મળેલા વેરિયન્ટને ડેલ્ટા વેરિયન્ટ કહેવામાં આવે છે જે ખુબ જ સંક્રામક છે.
દેશભરમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી ત્રણ લાખ 90 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નવીનતમ માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં 50,848 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 1358 સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાથી મૃત્યુ દર 1.30 ટકા હતો જ્યારે રીકવરી રેટ લગભગ 96 ટકા હતો. એક્ટિવ કેસ ઘટીને ૩ ટકા નીચે આવી ગયા હતા. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.