- ગુજરાતને ઓમિક્રોનથી રાહત
- ગઈકાલે એટલે રવિવારે એક પણ કેસ નહીં
- કોરોનાથી પણ એકપણ દર્દીનું મૃત્યુ નહીં
અમદાવાદ: ઓમિક્રોનની લહેર કેટલાક દેશોમાં જોવા મળી છે, ભારતમાં પણ તેના કેસ જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી રાહતના સમાચાર આવ્યા છે. વાત એવી છે કે ગુજરાતમાં રવિવારના દિવસે રાતે 11 વાગ્યા સુધી ઓમિક્રોનથી સંક્રમિત એક કેસ નોંધવામાં આવ્યો નથી. પણ જો કે ગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોના તો કેસ નોંધવામાં આવ્યા છે.
ગુજરાતમાં રવિવારે રાતે 11 વાગ્યા સુધીમાં કોરોનાના 177 નવા કેસ નોંધાયા હતા જેને કારણે હવે એક્ટિવ કેસની સંખ્યા 948 થઈ છે. કોરોનાગ્રસ્ત 10 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે રવિવારના દિવસે કોરોનાને કારણે રાજ્યમાં એકપણ દર્દીનું મૃત્યુ નથી.
રાજ્યભરમાં અત્યાર સુધી થઈ ચૂક્યા છે 10113 મૃત્યુ થઇ ચૂક્યા છે. કુલ 818298 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.67 ટકા છે. રાજ્યભરમાં 41,031 નાગરિકોનું રવિવારના દિવસે રસીકરણ થયું છે. તો અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.81 કરોડથી વધુ ડોઝ અપાયા છે.