દેશની બેસ્ટ શૈક્ષણિક સંસ્થા તરીકે આઈઆઈટી મદ્રાસ પ્રથમઃ શૈક્ષણિક સંસ્થાઓમાં NIRF રેંકીગ જાહેર
દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વર્ષ 2021ની એનઆઈઆરએફ રેકિંગ એટલે કે નેશનલ ઈન્સ્ટીટ્યુશનલ રેકિંગ ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આ વર્ષે ઓલઓવર કેટેગરીમાં આઈઆઈટી મદ્રાસની દેશની બેસ્ટ શૈક્ષણિક સંસ્થા તરીકે પસંદગી થઈ છે. આઈઆઈટી બેંગ્લુરુ બીજા અને આઈઆઈટી મુંબઈ ત્રીજા સ્થાન પર છે. બેસ્ટ યુનિવર્સિટી કેટેગરીમાં આઈઆઈએસસી બેંગ્લોર પ્રથમ ક્રમે, જેએનયુ બીજા ક્રમે અને બીએચયુ ત્રીજા ક્રમે છે. આ વર્ષે રેકિંગ ફ્રેમવર્કમાં ટોપ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટસ કેટેગરીનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં આ વર્ષે આઈઆઈએસસી બેંગ્લોર પ્રથમ, આઈઆઈટી મદ્રાસ બીજા અને આઈઆઈટી મુંબઈ ત્રીજા ક્રમે છે.
- ઓલઓવર કેટેગરીમાં દેશની બેસ્ટ સંસ્થા
આઈઆઈટી (મદ્રાસ), આઈઆઈએસસી (બેગ્લોર), આઈઆઈટી (મુંબઈ), આઈઆઈટી (દિલ્હી), આઈઆઈટી (કાનપુર), આઈઆઈટી (ખડગપુર), આઈઆઈટી (રૂડકી), આઈઆઈટી (ગુવાહાટી), જેએનયુ (દિલ્હી), આઈઆઈટી (રૂખડી), બીએચયુ (વારાણસી)
- યુનિવર્સિટી કેટેગરીમાં રેકિંગ 2021
આઈઆઈએસસી (બેંગ્લોર), જેએનયુ (દિલ્હી), બીએચયુ (વારાણસી), કોલકત્તા યુનિવર્સિટી (પશ્ચિમ બંગાળ), અમૃતા વિશ્વ વિદ્યાપીછ (કોયમ્બતૂર), જામિયા મિલ્લિયા ઇસ્લામિયા (નવી દિલ્હી), મણિપાલ એકેડમી ઓફ ફાયર એજ્યુકેશન (કર્ણાટક), જાદવપુર યુનિવર્સિટી (કોલકોત્તા), યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ (હૈદરાબાદ) અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (ઉત્તરપ્રદેશ)
- ટોપ 10 એન્જીનિયરિંગ કોલેજ
આઈઆઈટી (મદ્રાસ), આઈઆઈટી (દિલ્હી), આઈઆઈટી (મુંબઈ), આઈઆઈટી (કાનપુર), આઈઆઈટી (ખડગપુરધ), આઈઆઈટી (રૂડકી), આઈઆઈટી (ગુવાહાટી), આઈઆઈટી (હૈદરાબાદ), એનઆઈટી (તિરુચાપલ્લી) અને એનઆઈટી (સુરથકલ)
- દેશની ટોપ 5 મેડિકલ કોલેજ
એઈમ્સ (દિલ્હી), પીજીઆઈએમઆઈઆર (ચંદીગઢ), ક્રિશ્ચિન મેજિકલ લોકેજ (બેંગ્લોર), નેશન ઈન્સ્ટીટ્યુ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાઈન્સ (બેંગ્લોર) અને સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (લખનૌ)