Site icon Revoi.in

માત્ર ફરવા માટે નહીં, લક્ષદ્વીપ જવાનો પીએમ મોદીનો ઉદેશ્ય છે ખાસ, માલદીવને પણ આપ્યો સંદેશ

Social Share

લક્ષદ્વીપ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ યાત્રાની ઘણી ચર્ચા થઈ રહી છે. વિપક્ષે આને લઈને રજાઓ ગાળવા અને ફરવાને લઈને કટાક્ષ કર્યો છે. પરંતુ હકીકત આનાથી બિલકુલ અલગ છે. હકીકતમાં લક્ષદ્વીપ જવાની પાછળ પીએમ મોદીનો ઉદેશ્ય બેહદ ખાસ છે. તેના દ્વારા જ્યાં એક તરફ તેઓ ટૂરિઝ્મની સંભાવનાઓને વિકસિત કરવાની મનસા ધરાવે છે. ભારતીય પર્યટકોની નજરમાં લક્ષદ્વીપને માલદીવના મુકાબલે સારું સાબિત કરવાનો છે. તો બીજી તરફ ભારત વિરોધી વલણ અખત્યાર કરનારા માલદીવને પણ અહીંથી આકરો સંદેશ આપવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે માલદીવના નવા રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈજ્જૂએ ભારતને ત્યાંથી પોતાની સેના હટાવવાનો સંદેશ આપ્યો છે.
મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ નવેમ્બરમાં મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે અમીર ભારતીય વિદેશોમાં લગ્ન કરવાના સ્થાને ભારતને પ્રાથમિકતા આપે. મોદીએ કહ્યુ હતુ કે ગરીબ લોકો પણ પોતાના બાળકોને પોતાના લગ્ન બાબતે જણાવશે. શું તમે વોકલ ફોર લોકલના આ મિશનને વિસ્તારી શકો છો?આપણે આપણા દેશમાં આવા પ્રકારના લગ્ન સમારંભ કેમ આયોજીત કરતા નથી? બાદમાં તેમણે ઉત્તરાખંડ ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન પણ તેમણે આ પ્રકારની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ  મેક ઈન ઈન્ડિયાની તર્જ પર વેડ ઈન ઈન્ડિયાની મુહિમ પણ શરૂ કરવી જોઈએ. પીએમ મોદીની લક્ષદ્વીપ યાત્રા આ વોકલ ફોર લોકલ મિશનને પ્રોત્સાહિત કરવા હેઠળ છે. લક્ષદ્વીપથી પીએમ મોદીએ સંદેશ આપ્યો છે કે આ માત્ર એક ટાપુ નથી, પરંતુ પરંપરા અને સુંદરતાના મામલામાં પણ તે ખાસું વિશેષ છે.  તેઓ આને પણ એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. તેમણે કહ્યુ છે કે જે લોકો પણ એડવેન્ટરની તલાશમાં છે, તેમના લિસ્ટમાં લક્ષદ્વીપ પણ જરૂર હોવું જોઈએ.

માલદીવને સંદેશ-

પીએમ મોદીની લક્ષદ્વીપ યાત્રાનું જિયો-પોલિટિકલ મહત્વ પણ ઘણું છે. પહેલી વાત તો પ્રવાસીઓની વચ્ચે માલદીવની પ્રસિદ્ધિ ઘણી વધારે છે. હવે લક્ષદ્વીપને એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરીને માલદીવને વધુ પ્રસિદ્ધિ અપાવવાનો છે. તેની સાથે જ ભારત વિરોધી સૂરમાં બોલી રહેલા માલદીવના નવા રાષ્ટ્રપ્રમુખને પણ અહીં કડક સંદેશ આપવાનું કામ પીએમ મોદીએ કર્યું છે. માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈજ્જૂ ભારતને પોતાના સૈનિકો હટાવવાનું કહી ચુક્યા છે. મુઈજ્જૂએ કહ્યુ છે કે આ વાતને લઈને તેઓ દ્રઢપ્રતિજ્ઞિત છે કે તેમનો દેશ વિદેશી સૈનિકોની હાજરી વગર સંપૂર્ણપણે આઝાદ રહે. માનવામાં આવે છે કે તેઓ ચીનના ઈશારે આવું કરી રહ્યા છે. તેવામાં પીએમ મોદીનું લક્ષદ્વીપ જવું, માલદીવને મોટો સંદેશ ગણી શકાય છે.