શિયાળો શરુ થતાની સાથે જ માર્કેટમાં કાચા શિંગોડા પુશ્કળ પ્રમાણમાં વેચાતા હોય છએ કારણ કે આ ફળ ખાસ શિયાળામાં જ આવે છે અને તેનું સેવન કરવાથી શરીને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે.કાચા શિંગોડામાં વિટામિન A, વિટામિન C, મેંગેનીઝ, ફાઇબર, ફોસ્ફરસ, આયોડિન, મેગ્નેશિયમ વગેરે પૂરતા પ્રમાણમાં મળી આવે છે.જે આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે જરુરી તત્વો છે.
કાચા શિંગોડા ખાવાથી થતા ફાયદા
કાચા શિંગોડામાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું શાક પણ ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી ફર્ટિલિટી સારી રહે છે સાથે જ હોર્મોનલ બેલેન્સ પણ સારું રહે છે.
આથી વિષેષ કે લો બ્લડ પ્રેશરમાં પણ કાચા શિંગોડાનુિં સેવન પદવા સમાન સાબિત થાય છે..તેમાં હાજર સોડિયમ બ્લડપ્રેશરને જાળવવામાં મજબૂત ભૂમિકા ભજવે છે. તે ઇન્સ્ટન્ટ એનર્જી માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેના સેવનથી હૃદય રોગમાં પણ ફાયદો થાય છે.
આ સાથે વધુ પડતા મસાલેદાર ખોરાક અને તૈલી મસાલાના કારણે આંતરડાની ગતિમાં તકલીફ થાય છે. પરંતુ તેને ખાવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.
કાચા શિંગોડાનું સેવન ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેના સેવનથી ત્વચાની કરચલીઓ, ફ્રીકલ્સ, નખ-ખીલ પણ દૂર થાય છે. તેમાં રહેલા પોષક તત્વો ચહેરાને સુંદર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ સાથે જ ગળામાં ઇન્ફેક્શન થવા પર શિંગોડાનો લોટ દૂધમાં મિક્સ કરીને પી જાવ તરત જ રાહત મળશે. ઘેઘા શિંગોડામાં આયોડીનનું પ્રમાણ પૂરતું હોવાના કારણે આ ઘોઘા રોગમાં પણ ફાયદાકારક છે. આંખોની રોશની માટે શિંગોડામાં વિટામીન એ પ્રચુર માત્રામાં મળી આવે છે.