Site icon Revoi.in

રમવાથી જ નહીં પણ સ્પોર્ટ્સ જોવાથી પણ સ્વસ્થ રહી શકાય, બ્રેન એક્ટિવ રહેવાની સાથે ટેન્શન રહે છે દૂર

Social Share

સ્પોર્ટ્સ જોવું એ મગજ માટે ટોનિકથી ઓછું નથી. સંશોધનમાં સામે આવ્યું છે કે સ્પોર્ટ્સ જોવાથી મેંટલ હેલ્થ સુધરે છે. જે લોકો સ્પોર્ટ્સ નથી જોતા તેના કરતા આવા લોકો વધુ ખુશ હોય છે. સૌથી સારી બાબત એ છે કે તે સોશિયલ બોન્ડને પણ સુધારે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ખુશ લોકોનું સ્વાસ્થ્ય ઉત્તમ હોય છે. તેઓનું આયુષ્ય લાંબુ હોય છે.

• શું છે રિસર્ચ
એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના સંશોધકોએ ઈંગ્લેન્ડમાં રહેતા 16 થી 85 વર્ષની ઉંમરના 7,209 લોકો પાસેથી ડેટા એકત્રિત કર્યો હતો. તે બધાએ યુકે સરકારના ટેકીંગ પાર્ટ સર્વેમાં ભાગ લીધો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે ગયા વર્ષે બ્રિટનમાં લાઈવ સ્પોર્ટ્સ જોનારા લોકો તેમના જીવનથી વધુ ખુશ છે. તેમને લાગે છે તેમની લાઈફ ખુબ સારી છે, જ્યારે સેપોર્ટ્સ ન જોવા વાળા હંમેશા એકલતા અનુભવે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો વર્ષમાં ઓછામાં ઓછું એક વાર સ્પોર્ટ્સ દેખે છે તેઓમાં ડિપ્રેશન ઓછું હોય છે.

• ટીવી પર સ્પોર્ટ્સ જોવું પણ ફાયદાકારાક
આ રિસર્ચમાં જાણવા મળ્યું કે ટીવી અને ઓનલાઈન સ્પોર્ટ્સ જોવાથી પણ સ્વાસ્થ્ય પર પોજિટિવ અસર પડે છે. આવા લોકો રમતો ના જોતા લોકો કરતા ઓછા હતાશ હતા. જે લોકો નિયમિતપણે સ્પોર્ટ્સ જુએ છે તેમનામાં સ્ટ્રેસ અને ડિપ્રેશન ઓછું જોવા મળ્યું હતું. આવા લોકો એકદમ સંતુષ્ટ હોય છે.