Site icon Revoi.in

માત્ર અંજીર જ નહી પરંતુ અંજીરનું તાજુ ફળ પણ આરોગ્યને રાખે નિરોગી, જાણો તેમાથી મળી આવતા ગુણો વિશે

Social Share

આપણે સૌ કોઈ જાણીએ છીકે ડ્રાયફ્રૂટ આરોગ્યને ખૂબ ફાયદો કરે છે તેમાં એક છે અંજીર પણ અંજીરનું ફળ એટલે કે લીલું અંજીર આરોગ્યને બમણો ફાયદો કરે છએ તેમાં અનેક ગુણો સમાયેલા હોય છે જે નાની મોટી ઘણી બીમારીઓમાં રાહત આપવાનું કામ કરે છે.તો ચાલો જાણીએ અંજીરના લીલાફળ ખાવાના અનેક ફાયદાઓ વિશે,

અંજીરના ગુણોની વાત કરીએ તો અંજીર ઠંડુ, મધુર, પિત્તવિકાર, લોહી વિકાર અને વાયુ વિકારનો નાશ કરનારા ફળોમાં એક ગણાય છે. અને તે શક્તિવર્ધક છે જેથી શરીરની નબળાઈને દૂર કરે છે.લીલા અંજીરમાં અનેક પ્રકારના પોશક તત્વો સમાયેલા હોય છે, તેમાં પાણીનું પ્રમાણ 80.8 ટકા હોય છે જદ્યારે ચરબીનું પ્રમાણ નહી વત 0.2 ટકા જ જોવા મળે છે, તો પ્રોટીન 3.5 ટકા અને કેલ્સિયમ 0.06 ટકા હોય છે જે આપણા શરીરને પુરુ પોષણ પુરુપ પાડે છે.

જો આપણે  લીલા અંજીર નો રસ કાઢી શકાય અથવા તેમને ચાવીને પણ ખાય શકાય. લીલા અંજીર ને સલાડ તરીકે પણ લઈ શકાય છે.લીલા અંજીર ઉપલબ્ધ ના હોય તો સૂકા અંજીર પણ ખાઈ શકાય છે. સૂકા અંજીર ને રાત્રે પલાળી રાખવા અને તે સુંવાળા અને નરમ થાય અને રે અંજીર પાણીમાં ફૂલી જાય ત્યારે તેને ખાવાથી તેનો ફાયદો બેગણો થાય છે

આ સહીત લીલા અંજીરના સેવનથી પેશાબની સમસ્યા દૂર થાય છે.લીલા અંજીર આપના આંતરડા પણ મજબૂત બનાવે છે.લીલા અંજીર શારીરિક નબળાઈ પણ દૂર કરે છે.જો આપણને સૂકી ખાંસી કે કફ થયો હોય તો તેમાં લીલા અને સૂકા અંજીરનું સેવન કરવાથી ફાયદો થાય છે.