માત્ર લસણ જ નહીં તેની છાલ પણ હોય છે ગુણકારી, અસ્થમા અને પગના સોજા સહિતની સમસ્યામાં છે ફાયદાકારક
દરેક લોકો જાણે છે કે લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકરક છે પરંતુ ઓછા લોકો જાણતા હોય છે કે તેની ઉપરની છાલ પણ ગુણકારી હોય છે. ખોરાકમાં લસણનો ઉપયોગ સ્વાદ અને સુગંધ માટે થાય છે પરંતુ તેની ઉપરના ફોતરાને નકામા સમજીને ફેંકી દેવાય છે. પરંતુ આજે અમે તમને લસણના ફોતરાના ફાયદા વિશે જાણકારી આપીશું.
લસણના ફોતરાથી ગજબના બેનિફિટ મળે છે. તેનાથી અસ્થમા અને પગમાં આવતા સોજામાં પણ રાહત પોહચે છે. લસણના ઉપરના ફોતરા એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ, અને એન્ટી ફંગલથી ભરપૂર હોય છે. તેના ફોતરાના પાવડર પીઝા અને સેન્ડવીચમાં ઉપયોગ કરી શકાય છે.
સ્કિન
જે લોકોને સ્કિનનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે લસણના ફોતરા ફાયદાકરક સાબીત થાય છે. ખુજલીમાં પણ રાહત આપે છે. તેના ફોતરાને પાણીમાં થોડા કલાકો સુધી પલાળીને રાખીને તેને ખુજલીવાળા એરિયામાં લગાવાથી ખુજલી અને ઇરીટેશનની સમસ્યાથી રાહત મળે છે. તેનાથી પિંપલ પણ મટે છે.
અસ્થમા
જે લોકોને અસ્થમાનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે લસણના ફોતરા ગુણકારી સાબીત થાય છે. તેના છોતરાને વાટીને તેને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી અસ્થમામાં રાહત મળે છે.
પગના સોજા
જો તમને પગમાં સોજાની તકલીફ રહે છે તો લસણના ફોતરાનો ઉપયોગ કરી શકો છો. ગરમ પાણીમાં લસણના ફોતરા નાખી તેમાં થોડા સમય સુધી પગ ડુબાડીને રાખો. આવું કરવાથી પગના સોજા ઓછા થવા માંડશે અને દર્દ પણ દૂર થશે.
વાળ સંબંધિત સમસ્યા
લસણના છોતરાને પાણીમાં ગરમ કરીને તેને વાળમાં લગાવવાથી વાળ સબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. જેમાં ડેન્ડ્રફ કે ખણ આવવા જેવી સમસ્યા દૂર થાય છે.