માત્ર આદુ જ નહી પરંતુ તેની છોલનો પણ થાય છે ઉપયોગ, જાણો આદુની છાલમાં રહેલા ગુણો વિશે
સામાન્ય રીતે આદુ અનેક ગુણોથી ભરપુર છે તે વાત આપણે જાણીએ છીએ પરંતુ આદુ છોલીને તેની છાલ આપણે કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ, જો કે આદૂ તથા આદુની છાલ પણ ગુણકારી છે, તેની છાલના પણ અનેક ઉપયોગ છે જે આપણા સ્વાસ્થ્યને ફાયદો કરાવે છે.આદુની છાલ પણ ફાયદાકારક છે. આદુમાં ઘણા પોષક તત્વો હોય છે તેની છાલમાં પોટેશિયમ, આયર્ન, એન્ટીઑક્સિડેન્ટ્સ, કેલ્શિયમ અને વિટામિન્સ સમાયેલા છે જે શરીરને રક્ષણ આપે છે
આદૂની છાલના અનેક ઉપયોગો અને તેના ફાયદાઓ
જ્યારે ખાસી આવે ત્યારે આદુની છાલનું સેવન કરવું જોઈએઆદુની છાલને તડકામાં સુકવીને તેનો પાવડર બનાવી લો. તે પાવડરને તમે ચા માં પણ ઉપયોગમાં લઈ શકો છો
ખાંસી આવે છે ત્યારે હળવું ગરમ પાણીમાં મધ અને આદુની છાલનો પાવડર નાયકીને તેનું સેવન કરવાથી ફાયદો થાય છેઆદુની છાલને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવાથી ખાસી મટે છે અને શરદીમાં પણ રાહત થાય છે, કફ થયો ગહોય તો તે છૂટો પડી જાય છે
આ સહીત આદુની છાલનો ઉપયોગ શાકભાજી બનાવતી વખતે પણ કરી શકાય છે, કોી પણ શાક બનાવચતી વખતે છાલને બરાબર ઘોઈની જીણા સમારીને શાકમાં નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે
બીજી રીતે જોવા જઈએ તો ચામાં પણ આદુની છાલ નાખી શકાય છે,જે રોગપ્રતિકારક શક્તિનમાં વધારો કરે છે,આદુમાં રહેલું એન્ટિ-ઑક્સિડેન્ટ્સ પ્રોપર્ટી પ્રતિરક્ષા બૂસ્ટરની જેમ કામ કરે છેઆદુની છાલને પાણીમાં ઉકાળો અને તેનું સેવન શરૂ કરો. પેટના દરેક પ્રકારના રોગમાં રાહત મળે છે
આ સાથે જ આદુની છાલ કાઢી તેને બરાબર ઘોીને તડકામાં સુકવી દો ત્યાર બાદ તેને મિક્સરમાં દળીને પાવડર બનાવીલો હવે તેમાં એક ચમચી બ્લેક મરી પાવડર, 1 ચમચી સંચળ અને 2 ચમચી જીરુ પાવડર એડ કરીને છાસ કે દહીનો મસાલા તરીકે ઉપયોગ કરી શકો છો જેનાથી ગેસ અપચા અને ઉબકા આવવાની સમસ્યાઓમાં રાહત મળે છે.