પુરષોના શર્ટમાં જ નહી યુવતીઓના કપડામાં પણ કોલર અને સ્ટેન પટ્ટીનો ક્રેઝ, આપે છે આકર્ષક લૂક
ફેશનના મામલે આજકાલ દરેક યુવતીઓ કે મહિલાઓ હંમેશા સજાગ રહે છે, અવનવા કપડાઓથી લઈને મેચિંગ જ્વેલરી,ફૂટવેર ,પર્સ સહીત અનેક નાની નાની બાબતોનું ઘ્યાન આપવાથી તમે તમારા લૂકને સ્ટાઈલિશ બનાવવામાં સફળ સાબિત થઈ શકો છો, આ સાથે જ ક્યા ઓકેશન માં શું પહેરવું અથવા તો વાર તહેવાર પ્રમાણે કયા કપડા સિલેક્ટ કરવા તે બાબત પણ તમારા લૂક માટે ખૂબ મહત્વની હોય છે, આજકાલ આપણે જોતા હોઈશું કે સ્ટેન પટ્ટીની ફેશન ખૂબ પ્રચલીત બની છે.
પહેલા તો સ્ટેન પટ્ટી શું છે તે સમજી લઈએ સ્ટેન પટ્ટી એટલે કે કોઈ પણ કપડાવા ગળાના ભાગમાં કોલર હોવો. જેનાથી એક અલગ લૂક મળે છે. આ સ્ટેન પટ્ટી પહેલાના સમયમાં માત્રને માત્ર પંજાબી શૂટમાં જ જોવા મળતી હતી. જો કે બદલતા સમય સાથે હવે ફેશન પણ બદલાય છે.
આજકાલ સ્ટેનપટ્ટીની ફેશન માત્ર પંજાબી પુરતી સિમિત રહી નથી, હવે આ પ્રકારની સ્ટેન પટ્ટી સાડીના બ્લાઈઝમાં, ચણીયા ચોળીમાં, લોંગ કે શોર્ટ કુર્તીમાં , ટોપમાં કે પછી વેસ્ટનવેરમાં પણ પ્રચલીત બની છે.સ્ટેન પટ્ટી વાળા ક્લોથ તમને આત્મવિશ્વાસુ હોવાનો અનુભવ કરાવે છે, તેનાથી એક અલગ પ્રકારની તમારી પર્સનાલિટી ઉત્પન્ન થાય છે.
સ્ટેન્ડ પટ્ટીના કુર્તા કે ડ્રેસ સાથે ચૂડીદાર વધારે શોભે છે પરંતુ તમને તે ન પસંદ હોય તો તમે સાદો પાઇજામો કે પછી પ્લાઝો પણ તેની સાથે કેરી કરી શકો છો.આ સાથે જ આજકાલ ટોપ પર લેગિંઝની પણ ફેશન છે.આ પ્રકારની કુર્તી સાથે લેંગિઝ અને એન્કલ પણ ખૂબ પ્રચલીત બની છે.
સ્ટેન પટ્ટીની જો વાત કરીે તો તે એક પ્રકારનો કોલર જ છે પરંતુ જે રીતે કોલરમાં ખુણા આપવામાં આવે છે તે સ્ટેન પટ્ટીમાં હોતા નથી. સ્ટેન પટ્ટી ગળાના ભાગ પર કોલરના પ્રમાણમાં પાતળી અને સીધી ગોળ મૂકવામાં આવે છે.જો તમે પ્લેન કુર્તી લઈને માત્ર સ્ટેનપટ્ટીમાં વર્ક કરાવો છો તો તમારો લૂક એકદમ પ્રોફેશનલ બને છે, આ સાથે રાઉન્ડ કુર્તીમાં મોટા ભાગે હવે સ્ટેનપટ્ટી જોવા મળે છે.
આ પ્રકારની સ્ટેન પટ્ટી વાળઈ કુર્તી તમે ઓફીસમાં કેરી કરી શકો છો, જો તમે કોઈ પ્રોફેશનલ ઓકેશનમાં જઈ રહ્યા છો અને ટ્રેડિશનલ લૂક જોઈએ છે તો સ્ટેનપટ્ટી વાળા બ્લાઉઝ સાથે કોટનની સાડી કે સિલ્કની સાડી કેરી શકો તેનાથી તમારો દેખાવ સુંદર લાગશે.