Site icon Revoi.in

માત્ર જમરુખ જ નહી તેના ઝાડના પાન પણ ઘણી બીમારીઓમાં આપે છે રાહત, જાણો તેના સેવનના ફાયદા

Social Share

અમદાવાદ: જામફળના તમામ ફાયદાઓ વિશે મોટાભાગના લોકો જાણે છે, પરંતુ શું તમે તેના પાનથી થતા ફાયદા વિશે જાણો છો? જામફળના પાનમાં ઘણા ઓષધીય તત્વો જોવા મળે છે. જે શિયાળાના તમામ રોગો સામે રક્ષણ આપે છે, સાથે જ પેટની મુશ્કેલીઓ, ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ નિયંત્રિત કરે છે. તમે ઉકાળાના રૂપમાં જામફળનાં પાન લઈ શકો છો.

ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે

જેમને ગેસ, અપચો અને કબજિયાતની ફરિયાદ રહે છે, તેઓએ જામફળનાં પાનનું સેવન કરવું જોઈએ. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો પેટની ગંદકીને દુર કરે છે અને પેટને ઠંડક પહોચાડે છે. આ સિવાય આ પાંદડા લોહી શુદ્ધિકરણ તરીકે પણ કાર્ય કરે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

દરરોજ જામફળના પાન ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. શરીરમાં રક્ત પરિભ્રમણ વધુ સારું છે. આ ઉપરાંત હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

શરદી,ઉધરસ અને ગળામાં રાહત આપે છે

મોસમી શરદી, ઉધરસ અથવા ગળાનો દુખાવો થવા પર જામફળના પાનનો ઉકાળો દિવસમાં બે થી ત્રણ વાર પીવામાં આવે તો ખુબ જ રાહત મળે છે. થોડા દિવસ સતત સેવન કરવાથી ઉધરસ પણ દૂર થાય છે.

ડાયાબિટીઝને નિયંત્રિત રાખતો ઉકાળો

જામફળના પાનનો ઉકાળો જો ડાયાબિટીઝના દર્દીઓને સવારે ખાલી પેટ આપવામાં આવે તો તેના સુગરનું લેવલ નિયંત્રણમાં આવે છે. જેના કારણે ડાયાબિટીઝથી થતી તમામ પરેશાનીઓથી બચી શકાય છે.

આ રીતે બનાવો ઉકાળો

એક વાસણમાં દોઢ કપ પાણી લો. જામફળના કેટલાક તાજા પાન તોડીને તેમાં નાંખો અને ધીમા તાપ પર ત્યાર સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધુ ન થઇ જાય, ત્યારબાદ તેમાં થોડું કાળી મરીનો પાઉડર નાખો અને સ્વાદ માટે એક ચમચી મધ મિક્સ કરો અને ગાળીને ચાની જેમ પીવો.

-દેવાંશી