માત્ર લીમડો જ નહી પરંતુ તેનું ફળ ગણાતી લીંબોળી પણ સ્વાસ્થ્યને અનેક રીતે કરે છે ફાયદો
- લીમડાના પાન. તેના થળની છાલ અને લીંબોળી તમામ ઇપયોગમાં લઈ શકાય
- લીમડો એક પ્રાચીન ઔષધ ગણાય છે
- શરિરના રોગોમાં લીમડો ફાયદા કારક છે
- ત્વચા માટે પણ લીમડાના પાન ફેરનેસ ક્રિમને ટક્કર આપે છે
- વર્ષના અનાજમાં પણ લીમડાના પાન સુપકવીને નાખવામાં આવે છે
લીમડો એક એવું વૃક્ષ છે કે જેનાથી હજારો રોગોમાંથી છૂટકારો મળી શકે છે, જો તમે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરો છો તો, લીમડાના વૃક્ષની છાયા જેમ શીતળ હોય છે તેમ લીમડાના પાન પણ ઠંડા હોય છે, અને લીમડાના ફળ એટલે કે લીંબોળી પણ ગુણકારી હોય છે
જો લીંબોળીને રાત્રીના સમયે પાણીમાં પલાળીને સવારે તે પાણી પીવામાં આવે તો ડાયાબિટીસ વાળઆને ઘણો ફાયદો થાય છે. સાથે જ શરીરમાં એન્ટિબેક્ટિરીયલ આન્ફએક્શન પણ મટી જાય છે.ય
આ સાથે જ તમારા દાંતની મજબૂતાઈ અને પેઢાને મજબૂત બનાવા માટે પણ લીંબોડી બેસ્ટ ઓપ્શન છે. તેના જુદા જુદા ઉપયોગથી જુદી જુદી બીમારીમાં રાહત થાય છે, દાંત હોય , ચહેરો હોય કે શરીરની અંદર રહેલી બીમારી હોય કે પછી વાળને લગતી સમસ્યા હોય આ તમામ માટે લીમડો દવાથી વિષેશ છે.
- લીંમોડીનો ઉપયોગ ઘરેલું ઉપચારથી લઈને અનેક ફેરનેસ ક્રીમ અને દવાઓમાં થાય છે
- આ સહીત લીંબોળી દ્વારા દવા,ટૂથપેસ્ટ,તેલ બવાનના માટે લીમડાના પાનનો ઉપયોગ થાય છે
- લીમડામાં ખાસ કરીને એન્ટીબેકેટેરિલ અને એન્ટીએલર્જી ગુણો સમાયેલા છે.જેના કારણે શરીર પર વાગ્યું હોય, ડાધ થયા હોય કે પછી લોહી વહેતું હોય કે પછી ખુજલી થતી હોય દરેક બીમારીઓની એક સીધી દવા એટલે લીમડના પાનને વાટીને લગાવવા.
- લીમડાની છાલની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકે છે.ત્વાચા પર રહેલા ડાધ દુર થાય છે
- લીમડાની છાલને પલાળીને પાણી પીવાથી ત્વચાને લગતી સમસ્યામાંથી છૂટકારો મળે છે
- ડાયાબિડિઝના દર્દીઓ માટે લીમડાની છાલનું પલાળેલું પાણી આશિર્વાદ સમાન સાબિત થાય છે
- દાંત માટે પણ લીમડો અસરકારક દવાનું કામ કરે છે, દાંત દુખતા હોય ત્યારે લીમડાની ડાળીનું દાંતણ કરવાથી દુખાવામાં રહાત થાય છે.મોંઢા ને લગતા અનેક રોગોની સમસ્યાઓ દૂર કરવા માટે લીમડો ફાયદાકારક છે, મસુડાનો સોજો,મોંઢા ની દુર્ગંધ, દાંતના દુખાવા તમામ માટે લીમડો ખાસ ઉપાય છે
- વાળની જો વાત કરીએ તો લીમડાના પાનની પેસ્ટ રાતે વાળમાં લગાવીને સવારે હુંફાળા પાણીથી ધોવામાં આવે તો વાળ સુંદર કોમળ અને કુદરતી રીતે કાળા ઘટ્ટ બને છે, આ સાથે જ વાળમાંથી ડેન઼્ડ્રફ પણ દુર થાય છે, સાથે સાથે વાળનો ગ્રોથ પણ વધે છે.
- જ્યારે શરીરમાં કોઈ પ્રકારનું જીવડુ કરડ્યું હોય કે દાજ, ખુજલી થતી હોય ત્યારે પાણીમાં લીમડાના પાન નાખીને ઉકાળીને તે પાણીથી નાહવાથી આ સમસ્યા દુર થાય છે.
- ખાસ કરીને કપાસમાં રહેલા ચાંચળ નામની જીવાતથી ખુબ ખુજલી આવે છે ત્યારે લીમડાની પેસ્ટ બનાવીને શરીર પર લગાવાથી તે ખુજલી દુર થાય છે.
- આ સાથે જ લીમડાના પાન સુકવીને વર્ષના ભરવામાં આવતા અનાજમાં નાખવાથી અનાજમાં કીલ્લા કે ઘનેરા પડતા નથી અને સમગ્ર વર્ષ દરમિયાન અનાજ બગડતું નથી
- લીમડો દરેક ઝેરનો કાટ છે તેમ કહીએ તો ખોટૂ નથી, જ્યારે પણ શરીરમાં કોી પ્રકારની અતિશય ખુજલી ઉપડે ત્યારે કઈ પણ વિચાર કર્યા વીના લીમડાના પાનની પેસ્ટ શરીર પર લગાવી દેજો તરત તમને જે તે જીવાતના ઝેરમાંથી મૂક્તિ નળશે અને રાહત થશે.
tags:
neem