ફણસ કે જે બહારથી કાંટળું અને વજનમાં ભારે ફળ છે, જેને કાપવા માટે હાથમાં તેલ લગાવવું પડે છે કારણ કે તેનું દૂધ ખૂબ ચીકણુ હોય છે તેમાંથી નીકળતો સફેદ પ્રદાર્થ હાથને ગંદા કરતો હોવાથી તેલ હાથને ચીકાશથી બચાવે છે.જો કે આપણે ફણસના ફાયદાઓ તો જાણીએ છીએ જો કે આજે તેની અંદરથી નીકળતી ગોટલીની વાત કરીશું.
ફણસમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન એ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન્સ જેવા ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીર માટે અત્યંત ફાયદાકારક છે.તેજ રીતે તેની ગોટલી પણ ફાયદા કારક છે.
નિષ્ણાંતોના પ્રમાણે તેના ઉપયોગથી ડાયાબિટીસને પણ નિયંત્રિત કરી શકાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફણસની ગોટલી વધુ સારો વિકલ્પ છે. આમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં આયર્નની ઉણપને દૂર કરે છે અને એનિમિયાને રોકવામાં મદદરૂપ થાય છે.
ફણસમાંથી નીકળતી ગોટલીને શેકીને ખાવામાં આવે છે આ સાથે તે પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપે છે અને કબજિયાત અને અપચો વગેરેમાં રાહત આપવામાં મદદ કરે છે
એટલું જ નહી આ ગોટલી હૃદય સંબંધિત રોગોથી બચાવે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે, જે હૃદય માટે ફાયદાકારક છે. હૃદયની તંદુરસ્તી સારી રાખવા માટે તેનું સેવન કરી શકાય છે. આ સાથે તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
ફણસની ગોટલીનું સેવન મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર હોય છે, જે એનર્જી કરવામાં મદદ કરે છે. આ સાથે ખોરાક પણ સરળતાથી પચી જાય છે અને તેના સેવનથી શરીરમાં વધારાની ચરબી પણ જમા થતી નથી.