માત્ર દાડમ જ નહી પરંતુ તેની છાલ પણ સ્વાસ્થ્યને આ રીતે કરે છે ફાયદો
- દાડમની છાલ ઘણી રીતે ઉપયોગી
- તેના સેવનથી અનેક રોગો મટે છે
સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ તે ફળો આપણા સ્વાસ્થય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે જો કે ફળો સહીત કેટલાક ફળોની છાલ પણ આરોગ્યેને ફાયદો કરે છે આજે વાત કરીશું દાડમની છાલની જે ધણી રીતે સ્વાસ્થ્યને ફાયદો કરે છે.દાડમની છાલમાં ઉચ્ચ સ્તરના એન્ટિ-ઓક્સિડન્ટ્સના ઘણા ફાયદાઓ છે.
કારણ કે દાડમની છાલ પણ દાડમની જેમ જ બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને અન્ય ફાયદાઓ પણ છે. ડમની છાલને સામાન્ય રીતે ફેંકી દેવામાં આવે છે, પરંતુ આયુર્વેદ જણાવે છે કે તેનો નિયમિત ઉપયોગ સ્વાસ્થ્ય અને સુંદરતાના વિવિધ લાભો પ્રદાન કરી શકે છે.
દાડમની છાલમાં એન્ટીઑકિસડન્ટો અને પોલિફેનોલ્સનું પ્રમાણ વધુ હોય છે અને તેનો ઉપયોગ ત્વચા પરના ડાર્ક સ્પોટ્સ મટાડવામાં થાય છે.
દાડમની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ વધુ હોવાથી તે બહેરાશને અટકાવવામાં મદદ કરી શકે છે. જ્યારે વય-સંબંધિત બહેરાશની વાત આવે છે, તેની પાછળ ઓક્સિડેટીવ સ્ટ્રેસને મહત્વનું પરિબળ છે.
આ સાથે જ તેની છાલમાં અલ્ટ્રાવાયોલેટ બીના નુકસાન સામે પણ રક્ષણ આપે છે અને વૃદ્ધત્વના સંકેતોને ઘટાડી શકે છે.
દાડમની છાલ હૃદયરોગ અને ડાયાબિટિસ જેવી બીમારીઓનું જોખમને ઘટાડી શકે છે.
દાડમની છાલનો અર્ક એન્ટી ઈન્ફેલેમેટરી એજન્ટ તરીકે કામ કરીને વધુ વજનવાળા અને મેદસ્વી લોકોમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરનું સ્તર સુધારે છે.
આ સાથે જ ઓક્સિડેટીવ તણાવ અલ્ઝાઈમર બીમારીમાં દાડમની છાલ ગુણકારી છે જે એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ હોય છે.