સામાન્ય રીતે ડોક્ટર્સ આપણાને શાકભાજી ખાવાની અને શાકભાજીના સુપ પીવાની સલાહ આપતા હોય છે ખઆસ કરીને જો શિયાળામાં આહાર વિશે વાત કરીએ તો સવારે ખાલી પેટે સબજીના જ્યુસ પીવામાં આવે તો હેલ્થને ઘણા ફાયદા થાય છે આજે આવાજ એક જ્યપુસની વાત કરીશું કોળાનું જદ્યુંસ, કોળાની સબજી તો આરોગ્ય માટે ગુણકારી છે જ પરંતુ તેનાથી પણ વઘુ ગુણો તેના જ્યુસમાં સમાયેલા છે.
કોળું સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ કોળાનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. કોળાના રસમાં વિટામિન, ફાઈબર, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે.
કોળાના રસમાં વિટામિન E, A અને એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે દરરોજ કોળાના રસનું સેવન કરીને તમારી ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.
આસાથે જ કોળાના આટલા રસનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.