Site icon Revoi.in

માત્ર પુતિન જ નહીં, યુક્રેની સેના આ ‘દુશ્મન’નો પણ કરી રહી છે સામનો

Khreshchatyk street (winter, eveningtime). Kiev, Ukraine, Eastern Europe.

Social Share

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.રશિયન સેના સતત બોમ્બ-ગોળા વરસાવી રહી છે અને શહેરને ખંડેર બનાવવામાં લાગી છે.તેમ છતાં યુક્રેની સૈનિકો અને લોકોનું મનોબળ તોડવામાં રશિયન રાષ્ટ્રપતિ નિષ્ફળ રહ્યા છે.

યુક્રેન પર રશિયાના આક્રમણના નવમા દિવસે પણ પુતિન રાજધાની કિવને કબજે કરી શક્યા નથી.યુક્રેનનો દાવો છે કે,9000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે.

આટલું જ નહીં, યુક્રેનનો એવો પણ દાવો છે કે,તેણે રશિયાના 33 વિમાન, 37 હેલિકોપ્ટર અને 251 ટેન્ક સહિત મોટી સંખ્યામાં હથિયારોનો નાશ કર્યો છે

પુતિનની સેનાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર પણ કબજો કરી લીધો છે.ઝેપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશ્વનો 9મો સૌથી મોટો પ્લાન્ટ છે.

આ બધું હોવા છતાં યુક્રેનની સેના તેનો સામનો કરી રહી છે.નિઃશસ્ત્ર લોકો રશિયન ટેન્કો સામે ઉભા છે.રશિયન સૈનિકોને બંધક બનાવવામાં આવી રહ્યા છે.

જોકે, રશિયાની મજબૂત સેનાની સાથે યુક્રેન બીજા ‘દુશ્મન’નો સામનો કરી રહ્યું છે.અહીં ઘણી જગ્યાએ સખત શિયાળો છે.લુહાન્સ્ક પ્રદેશમાં તાપમાન માઈનસ 9 ડિગ્રી થઈ ગયું છે.ભારે હિમવર્ષામાં પણ યુક્રેનની સેના યુદ્ધના મેદાનમાં ઊભી છે.તેઓ કડકડતી શિયાળામાં પણ ખુલ્લામાં ટકી રહેવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.