માત્ર નારિયેળ પાણીનું સેવન જ નહી પરંતુ તેના દૂધનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી, અનેક બીમારી માં રાહત આપે છે
- નાળિયેર દૂધ પીવાના અનેક ફાયદા
- સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક
- વાયરલ ઇન્ફેકશનથી બચાવે છે
ઉનાળામાં નાળિયેર પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે જ રીતે પાણી સહીત નારિયણનું દૂધ પણ ખૂબ જ ફાયદા કારક ગણવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તો ચાલો જાણીએ નાળિયેરનું દૂધ પીવાથી ફાયદા શું છે.
નાળિયેર દૂધમાં વિટામિન સી,વિટામિન ઇ,વિટામિન બી 1,3,5,6,આયર્ન,સેલેનિયમ, કેલ્શિયમ,મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે. તેનો ઉપયોગ મીઠાઇ અને બીજી ઘણી વાનગીઓમાં થાય છે.
નારિયેળના દૂધનું સેવન હાડકાંને મજબૂત બનાવવા માટે તમે નાળિયેરનું દૂધ લઇ શકો છો. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
આ સહીત નાળિયેર દૂધમાં સંતૃપ્ત ચરબી હોય છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં લૈરિક એસિડ હોય છે. તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે. તેથી, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે તમે તમારા ડાયટમાં નાળિયેરનું દૂધ સામેલ કરી શકો છો,નાળિયેર દૂધમાં એન્ટિફંગલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. તે શરીરમાં વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. તે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
આ સાથે જ ઘરમાં બનેલ નાળિયેર દૂધથી તમે 5 મિનિટ માલિશ કરો અને તેને આ રીતે 15 થી 20 મિનિટ માટે રહેવા દો. તે વાળને મજબૂત બનાવે છે. તે વાળને વધારવામાં મદદ કરે છે. તે વાળની સમસ્યાઓ જેવા કે બરછટ વાળ, કમજોર વાળ વગેરેને દૂર કરવામાં મદદ કરે છે.