માત્ર અખરોટ જ નહીં, તેની છાલ પણ ત્વચાને આપે છે સુંદરતા
સુકો મેવો આમ તો બધાને પસંદ હોય છે, કારણ છે કે તેનાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થતા હોય છે સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, આવામાં જો વાત કરવામાં આવે અખરોટની તો તે શરીર માટે તો ફાયદાકારક છે જ પરંતુ તે ત્વચાને સુંદર બનાવવામાં પણ ઉપયોગી છે.
જાણકારી અનુસાર અખરોટની છાલ પણ ખીલ ગ્રસ્ત સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. અખરોટની છાલનો પાવડર સ્કિનના છિદ્રોને ખોલે છે, જેનાથી ફાયદો થાય છે અને ત્વચા પર ખીલ જેવી સમસ્યાઓ ઓછી થાય છે. આ ઉપરાંત અખરોટની છાલ પણ સ્કિનને સુધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં આવા ઘણા તત્વો મળી આવે છે, જે આંખોની નીચે અને ચહેરા પરના ડાર્ક સ્પોટ અને ડાર્ક સર્કલ ઘટાડવાનું કામ કરે છે.
ઘણીવાર અખરોટને તોડીને તેનો મેવો કાઢીને તેની છાલને ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અખરોટની છાલ જેને આપણે કચરા તરીકે ફેંકી દઈએ છીએ, તેનાથી ત્વચાની ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
અખરોટની છાલનો ઉપયોગ આ રીતે કરી શકાય છે કે સૌથી પહેલા અખરોટની છાલ લઈને તેને સારી રીતે પીસી લો અને તેને પીસીને ઝીણો પાવડર બનાવી લો. હવે એક ચમચી અખરોટની છાલના પાવડરમાં 2 ચમચી ગુલાબજળ, અડધી ચમચી મધ અને એક ચમચી ઓલિવ ઓઈલ મિશ્રિત કરો. એક ચમચીની મદદથી આ તમામને સારી રીતે મિક્સ કરો. હવે તમારો ફેસ પેક તૈયાર છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.