સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપ યાદવનું નામ છે..પરંતુ આ બેઠક પરથી તેમના સ્થાને હવે ખુદ અખિલેશ ચૂંટણી લડે તેવી શક્યતા છે. કારણ કે સમાજવાદી પાર્ટીનું કન્નૌજનું સ્થાનિક એકમ અખિલેશને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનુરોધ કરી રહ્યું છે.
સમાજવાદી પાર્ટીએ કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને લાલુ પ્રસાદ યાદવના જમાઈ તેજ પ્રતાપ યાદવને ટિકિટ આપી છે, જ્યારે તેમણે બલિયાથી સનાતન પાંડેને ટિકિટ આપી છે. પરંતુ હવે સુત્રોનું માનીએતો કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપના બદલે ખુદ અખિલેશ યાદવ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે..
કન્નૌજ બેઠક પરથી અખિલેશને ચૂંટણી લડવા માટે સ્થાનિક એકમનો અનુરોધ
જી હા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે અને તેજ પ્રતાપ યાદવની ટિકિટ કપાઈ શકે છે. આવી શક્યતા એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે પાર્ટીના સ્થાનિક એકમે તેમને તેમના ભત્રીજા તેજ પ્રતાપ યાદવને આ બેઠક પરથી ઉતારવાનો નિર્ણય બદલવાનો અનુરોધ કર્યો છે. આ અંગે અંતિમ અને સત્તાવાર નિર્ણય સમાજવાદી પાર્ટી દ્વારા લેવામાં આવશે. પાર્ટીના વડા અખિલેશ યાદવે કન્નૌજ સાથે જોડાયેલી શક્યતાઓ વિશે વાત કરતા કહ્યું કે હું કન્નૌજના લોકો જે કહેશે તે કરીશ.
કન્નૌજ સીટને લઈને સમાજવાદી પાર્ટીમાં ઘણા સમયથી અસમંજસ ચાલી રહી હતી અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે સપા પ્રમુખ અખિલેશ યાદવ પોતે આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. પરંતું અખિલેશે તેમના ભત્રીજાનું નામ આ સીટ પરથી જાહેર કર્યુ
કોણ છે તેજપ્રતાપ યાદવ ?
તેજ પ્રતાપ યાદવના પિતા રણવીર સિંહ યાદવ અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ હતા. 36 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
તેજ પ્રતાપ યાદવ મૈનપુરીથી સાંસદ રહી ચૂક્યા છે. જ્યારે નેતાજી મુલાયમ સિંહ યાદવે 2014ની ચૂંટણીમાં આઝમગઢ અને મૈનપુરી બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. જે બાદ તેમણે મૈનપુરી સીટ છોડી દીધી હતી, જે પેટાચૂંટણીમાં સપાએ તેજ પ્રતાપને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ પહેલીવાર દેશની સંસદમાં પહોંચ્યા હતા..