દિલ્હી:રાજધાની દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બુધવારે બહુમતીનો આંકડો પાર કર્યો અને 134 બેઠકો જીતી.MCD પર બીજેપીના 15 વર્ષના શાસનને હરાવીને અહીં આમ આદમી પાર્ટીએ ઝંડો ફરકાવ્યો.પરંતુ આ ચૂંટણીઓમાં એક તરફ જ્યાં આપને સૌથી વધુ મત મળ્યા છે.આ સાથે જ NOTAએ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.
દિલ્હી ચૂંટણી પંચના ડેટા અનુસાર, આ વખતે MCD ચૂંટણીમાં 57,545 મતદારોએ ‘ઉપરમાંથી કોઈ નહીં’ એટલે કે NOTAનું બટન દબાવ્યું છે.આનો સ્પષ્ટ અર્થ એ છે કે,આટલી મોટી વસ્તીએ પોતાનો અમૂલ્ય મત કોઈને આપ્યો નથી.NOTA ને વિરોધના માર્ગ તરીકે પણ જોવામાં આવે છે. જ્યારે 2017ની MCD ચૂંટણીમાં 49,235 મતદારોએ NOTA બટન દબાવ્યું હતું. આ રીતે, આ સંખ્યા ગત ચૂંટણી કરતા 8310 વધુ છે.
અગાઉ એક્ઝિટ પોલ પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે,આ ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે હતી.દિલ્હીમાં 4 ડિસેમ્બરે યોજાયેલી MCD ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું.
દિલ્હી MCD ચૂંટણીમાં જોરદાર જીત બાદ AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે CM અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે,તેઓ આટલી મોટી જીત માટે દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગે છે. દિલ્હીના લોકોનો આભાર કે તેઓએ તેમના પુત્ર અને ભાઈને મહાનગરપાલિકાની જવાબદારી આપવા માટે લાયક ગણ્યા.
કેજરીવાલે કહ્યું કે,દિલ્હીને ઠીક કરવા માટે બધાના સહયોગની જરૂર છે.ખાસ કરીને અમને કેન્દ્રના સહકારની જરૂર છે.કેજરીવાલે કહ્યું કે,આજે હું આ મંચ પરથી દિલ્હીને ઠીક કરવા માટે પીએમ મોદીના આશીર્વાદ માંગું છું.દિલ્હીને ઠીક કરવા માટે પીએમ મોદી અને કેન્દ્ર સરકારના આશીર્વાદની જરૂર છે.એમસીડી ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીને જંગી જીત મળી હતી જ્યારે બીજેપી બીજા ક્રમે આવી હતી.આ MCD ચૂંટણીઓમાં AAPને 134 અને BJPને 104 બેઠકો મળી હતી, જ્યારે અન્યને 3 બેઠકો મળી હતી.જ્યારે કોંગ્રેસને માત્ર 9 બેઠકો મળી હતી.દિલ્હીમાં 250 સીટો પર ચૂંટણી લડવામાં આવી હતી.જેમાં બહુમત માટે 126 સીટોની જરૂર હતી.