Site icon Revoi.in

નોંધ કરીલો આ તારીખ, આ દિવસે કોઈપણ સિનેમાધરોમાં માત્ર 75 રુપિયામાં તમે જોઈ શકશો ફિલ્મ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં 16 સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આ દિવસ સિનેમા માટે ખાસ હોય છે ત્યારે હવે ફિલ્મ જોવા જતા લોકો માટે આ મહિનાની 16 તારીખ ખાસ બની છે,

કારણ કે જો તમે આ દિવસે મલ્ટીપ્લેક્સમા ફિલ્મ જોવા જઈ રહ્યા છો, તો તમારા માટે ખૂબ જ સસ્તા દરમાં ટિકિટ ઉપલબ્ધ થશે.સામાન્ય રીતે ફિલ્મની ટિકિટનો દર 150થી શરુ થઈને 500થી પણ વધુ હોય છે જેના કારણે સામાન્ય લોકો ફિલ્મ જોવા જવાનું ટાળે છે જો કે 16 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ હોવાથી ભારતના લોકોને સસ્તામાં ફિલ્મ જોવાની તક આપવામાં આવનશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ દિવસે જો તમે થીયેચરમાં ફિલ્મ જોવા જઈ રહ્યા છો તો દરેક વ્યક્તિને માત્ર 75 રૂપિયામા ફિલ્મ જોવાની તક મળશે. આખા દેશમા ટીકીટની કિંમત ઘટીને માત્ર 75 રૂપિયા માત્ર એક દિવસ માટે કરવનામાં આવી છે.

આ સાથે જ ફિલ્મ જોવા માટે ઓનલાઈન બૂકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે આ દિવસ માટે ઓનલાઈન પણ બુક કરાવી શકશો, જો તમે બૂક માય શો જેવી વેબ સાઇટ કે પ્લેટફોર્મ પરથી બુક કરી રહ્યા છો તો આ ઓફર નો લાભ નહિ લઈ શકો. મોટા થિએટર, જેવા કે પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલીસ ઓનબોર્ડમા ફિલ્મ જોવા માટે   સીધા સિનેમાઘરોની ટિકિટ બારી પર જઈને જો ટિકિટની ખરીદી કરશો તો જ 75 રુપિયામાં તમને ટિકિટ મળશે.સસ્તા દરમાં ફિલ્મ જોવી હોય તો નોંધ કરીલો 16 સપ્ટેમ્બરનો દિવસ નોંધ કરીલો.