જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર નીતિન મનમોહનનું હાર્ટએટેક આવ્યા બાદ સારવાર દરમિયાન મુંબઈની હોસ્પિટલમાં નિધન
- ફિલ્મનિર્માતા નિતીન મનમોહનનું નિધન
- મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
મુંબઈઃ- બોલિવૂડ જગતમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા નીતિન મનમોહનનું આજે ગુરુવારે સવારે નિધન થયું છે. જાણકારી અનુસાર નીતિન મનમોહનને હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર પછી તેમને સારવાર અર્થે મુંબઈની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન તેનમું આજરોજ ગુરુવારે નિધન થયું છે.
તેમને અંદાજે એક મહિના અગાઉ એટલે કે 3 ડિસેમ્બરની સાંજે હાર્ટ એટેક આવ્યો હતો, ત્તાયાર બાદ ત્કાલિક મુંબઈ સ્થિતિ કોકિલા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત અત્યંત ગંભીર હતી તેમ જણાવાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નીતિન મનમોહન ફિલ્મોના પ્રખ્યાત વિલનની ભૂમિકા ભજવનારા મનમોહનના પુત્ર છે, જે ‘બ્રહ્મચારી’, ‘ગુમનામ’ અને ‘નયા જમાના’ સહિત ઘણી ફિલ્મોમાં પોતાના ઉત્તમ અભિનય માટે જાણીતા છે. આ સહીત નિતીન મનમોહનની વાત કરીએ તો તેમણે સફળ ફિલ્મો કરી છે જેમાં ‘બોલ રાધા બોલ’, ‘લાડલા’, ‘દસ’ જેવી સુપરહિટ ફિલ્મોના નિર્માતા મનમોહને સલમાન ખાનની ફિલ્મ ‘રેડી’નો સમાવેશ થાય છે.