Site icon Revoi.in

શેરબજારના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન – PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

Social Share

દિલ્હીઃ- શેરબજારમાં મોટાપાયે રોકારણ કરવામાં જેનું નામ મોખરે લેવાતું હતું તેના રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે, તેણે 62 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે થોડા દિવસ અગાઉ  જ તેઓને હોસ્પિટલમા સારવાર હેઠળથી રજા અપાઈ જો કે તેઓને શું થયું હતું અને મોતનું કારણ શું થે તે હાલ જાણવા મળ્યું નથી.

રવિવારની આજે વહેલી  સવારે 6.45 કલાકે હોસ્પિટલમાં જ તેમણે દેહત્યાગ કર્યો હતો.ઝુનઝુનવાલાના પરિવારની વાત કરીએ તો તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા, પુત્રી નિષ્ઠા અને બે પુત્રો આર્યમાન અને આર્યવીર છે.તેઓ એક મોટા રોકાણકાર હતા તેઓને ફોર્બ્સ અનુસાર, દલાલ સ્ટ્રીટના બિગ બુલ તરીકે પણ ઓળખા તેમની કુલ સંપત્તિ આશરે $5.5 બિલિયન છે.

રાકેશ ઝુનઝુનવાલાએ તાજેતરમાં આકાશ એરલાઈન્સમાં પણ રોકાણ કર્યું છે. ઝુનઝુનવાલાએ તેમાં 40 ટકા હિસ્સો રાખ્યો હતો. આ રોકાણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે મોટાભાગની એરલાઇન્સ ખોટમાં ચાલી રહી છે. આકાશ એરલાઈન્સે અમેરિકન એરોસ્પેસ કંપની દ્વારા તેની ફ્લાઈટ્સ માટે 72 બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ખરીદ્યા હતા.

સમગ્ર દેશમાં રાકેશ ઝુનઝુનવાલાના મોતના સચાચાર વાયુવેગ ફેલાયા છે ઉલ્લેખનીય છે કે તેમના નિધનથી કોરાણ માર્કેટમાં મોટો ફ્ટકો પડશે આ દુખદ ઘટનાને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યું છે.

પીએમ મોદીએ  ટ્વીટ કરતા લખ્યું, રાકેશ ઝુનઝુનવાલા અજેય હતા. તેમણે આર્થિક જગતમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.