Site icon Revoi.in

અમદાવાદમાં ફાયર NOC વિનાના 893 રહેણાક બિલ્ડિંગો, અને કોમર્શિયલ ઇમારતોને નોટિસો

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા બિલ્ડિંગોને ફાયર એનઓસી મળી નથી, જેમાં રહેણાક અને કોમર્શિયલ બિલ્ડિંગોનો સમાવેશ થાય છે. હવે ફાયર એનઓસી ન હોય એવા બિલ્ડિંગોના વહિવટદારો સામે મ્યુનિ.કોર્પોરેશને લાલ આંખ કરી છે. શહેરની ફાયર NOC વિનાની 893 રહેણાંક-બિનરહેણાક અને કોમર્શિયલ ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે. શહેરના મ્યુનિ,ના સત્તાધિશોએ એક સોગંદનામા મારફતે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. હતી કે,  હાઇકોર્ટના આદેશ મુજબ ફાયર NOC વિનાની ઇમારતો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે 630 રહેણાંક, 239 રહેણાક કમ કોમર્શિયલ અને 24 કોમર્શિયલ ઇમારતોને  નોટિસ પાઠવવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશને ગુજરાત હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે, 630 રહેણાક અને 239 રહેણાક કમ કોમર્શિયલ ઇમારતોને છેલ્લી નોટિસ પાઠવવામાં આવી છે અને બિલ્ડિંગોના વહિવટકર્તાઓને જાણ કરી દેવામાં આવી છે કે, ફાયર એનઓસી નહોવાથી  તેમના પાણી અને વિજળી પુરવઠો કાપી દેવામાં આવશે. જે અંતર્ગત સંબંધિત વિભાગોને પણ ફાયર વિભાગને સહકાર આપવા માટેની જાણ કરી દેવામાં આવી છે.  ઉપરાંત અન્ય 26 કોમર્શિયલ ઇમારતોને કે જેમની જોડે ફાયર NOC નથી તે પૈકી બે ઇમારતોને રિન્યુઅલ મેળવી લીધું છે. બાકીની 24 ઇમારતોને સીલ મારવા માટેની નોટિસ ફટકારી દેવામાં આવી હતી. જેમાંથી નવ ઇમારતોએ રિન્યુઅલની અરજી કરી દીધી છે. જેથી હવે કુલ 15 કોમર્શિયલ ઇમારતો ફાયર NOC વિનાની છે. જે પૈકી સાત ઇમારતો કે જેમાં કુલ 320 યુનિટ છે તેમને સીલ કરવામાં આવી છે. અન્ય બાકીની ઇમારતોની સીલીંગની કાર્યવાહી હજુ પ્રગતિમાં છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે અગાઉ આ મામલે સુનાવણીમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સહિત મ્યુનિ.ની કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ખંડપીઠે મ્યુનિ.ની એફિડેવિટ રેકર્ડ પર લેતાં આદેશમાં નોંધ્યું હતું કે,‘જે વ્યક્તિઓ કે એકમો NOC અને BUની અમલવારી ન કરતાં હોય અથવા તો નોટિસના જવાબ ન આપતાં હોય તેમની સામે AMCએ આકરા પગલાં લેવા જોઇએ. એટલું જ નહીં કાયદાની અવમાનના કરનારા અથવા તો નોટિસને નજર અંદાજ કરનારા સામે ક્રિમીનલ કાર્યવાહી કરવાની શક્યતાઓ પણ AMC એ ચકાસવી જોઇએ