કુખ્યાત ડોન છોટા શકીલના સાળા આરિફ શેખનું મોત, ટેરર ફંડિંગ કેસમાં NIAએ ધરપકડ કરી હતી
મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સાળા આરીફ શેખનું હાર્ટ એટેકથી મોત થયાનું જાણવા મળે છે. દાઉદ ઈબ્રાહિમની ડી ગેંગને મદદ કરવાના આરોપનો સામનો કરતા આરીફની સામે ટેરર ફિંડિગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સંબંધી આરીફ શેખ ઉર્ફે આરીફ ભાઈજાનનું મુંબઈમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. ટેરર ફંડિંગ કેસમાં પકડાયેલો આરીફ શેખ છોટા શકીલનો સાળો હતો. આરોપી આરીફ ધરપકડ બાદથી આર્થર રોડ જેલમાં સજા કાપી રહ્યો હતો. જેલમાં આરીફને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો, જેના પછી પોલીસે તેને મુંબઈની જેજે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જોકે સારવાર દરમિયાન આરીફનું મોત થયું હતું. તેના પર અંડરવર્લ્ડ ડોન અને ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગી છોટા શકીલને મદદ કરવાનો આરોપ હતો. 61 વર્ષીય આરીફ શેખની મે 2022માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પર દાઉદ ઈબ્રાહિમ અને શકીલ સહિત દાઉદ ગેંગના ઘણા સભ્યોને મદદ કરવાનો આરોપ હતો. ધરપકડ
અહેવાલ મુજબ, આરીફ શેખને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરિફના સંબંધીએ જણાવ્યું કે તેમને બે દીકરીઓ છે અને તેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી. તેણે કહ્યું, “તેમને કોઈ સમસ્યા નહોતી અને તેની તબિયત ઠીક છે. સત્તાવાળાઓ અમને કંઈ કહી રહ્યા નથી અને અમે જેજે હોસ્પિટલ પાસેથી માહિતી એકત્રિત કરી છે.”