Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા બંને ગુનેગારો ઉપર જાહેર કરાયું હતું ઈનામ

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે મડિયાંવ વિસ્તારમાં બે કુખ્યાત આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. આરોપીઓએ પોલીસ ઉપર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કરતા બંને આરોપીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલામાં કુખ્યાત મુખ્તાર અંસારીના શાર્ટ શૂટર અલીશેર ઉર્ફે ડોકટર અને બિન્નુ ઉર્ફે કામરાનનો સમાવેશ થાય છે. પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ બંને આરોપીઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. બંને આરોપીઓ ઉપર ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં લખનૌના એક વેપારીની હત્યા કરવા માટે બંને શાર્પશૂટર આવ્યાં હતા.

પોલીસ એન્કાઉન્ટમાં ઠાર મરાયેલા અલીશેર ઉપર એક લાખ અને કામરાન ઉપર રૂ. 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. બંને આરોપીઓએ 22મી સપ્ટેમ્બરના રોજ ઝારખંડમાં ભાજપના નેતા જીતરામ મુંડાની ગોળીમારીને હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે બાદ ઘણા સમયથી આરોપીઓ ફરાર છે. પોલીસ એન્કાઉન્ટમાં ઠાર મરાયેલા કુખ્યાત આરોપીઓ મુખ્તાર અંસારીના સાગરિતો હતો. તેમજ તેમની સામે અનેક ગંભીર ગુના અગાઉ નોંધાયાં હતા. તેમને છેલ્લા કેટલાક સમયથી પોલીસ શોધી રહી છે.

ઉત્તરપ્રદેશ એટીએફના એડીજી અમિતાભ યશના જણાવ્યા અનુસાર પોલીસ સાથેની અથડામણમાં માર્યાં ગયેલો અલીશેર ઉત્તરપ્રદેશના જનપથ આઝમગઢનો રહેવાસી હતી. પોલીસ છેલ્લા સમયથી ગુનેગારો ઉપર વોચ રાખી રહી છે. આરોપીઓના લોકેશનની જાણ થતા તેમને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યાં હતા. મડિયાંવ નજીક ધૈલા પુલ પાસે બંને આરોપીઓએ પોલીસ ઉપર ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેના જવાબી ફાયરિંગમાં બંને ગંભીર રીતે ઘાયલ થયાં હતા. જો કે, સારવાર મળે તે પહેલા જ તેમના મૃત્યુ થયાં હતા. એન્કાઉન્ટમાં ઠાર મરાયેલા અલીશેર ઉપર એક લાખ અને કામરાન ઉપર રૂ. 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા કુખ્યાત ગુનેગાર અલીશેર ઉર્ફે ડોકટર અને બિન્નુ ઉર્ફે કામરાન જેલમાં બંધ મુખ્યાર અંસારીના નજીકના હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ બંને આરોપીઓ રાજધાનીમાં એક મોટા વેપારીની હત્યા કરવાના હતા. જેથી તેઓ લખનૌના મડિયાંવમાં છુપાયાં હતા. આરોપીઓ પાસેથી 30 એમએમની એક કાર્બાઈન, 9 એમએમની પિસ્તોલ, 32 બોરનો તમંચો અને બાઈક જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓના અન્ય સાગરિતોને ઝડપી લેવા કવાયત આરંભી છે.

છે.