14 નવેમ્બર એટલે પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ અને બાળ દિવસ તથા અનેક યાદો સાથે જોડાયેલો દિવસ
- પંડિત જવાહરલાલ નેહરુની આજે જન્મજયંતિ
- બાળ દિવસ તથા અનેક યાદો સાથે જોડાયેલો દિવસ
- વિશ્વના ઘણા દેશોમાં 1 જૂનના ઉજવાય છે
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે. આ દિવસને બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. જો વાત કરવામાં આવે પંડિત જવાહર લાલ નહેરુની તો તેમનો જન્મ ઉત્તરપ્રદેશના અલ્લાહબાદ શહેરમાં થયો હતો, અને તેમને બાળકો ખુબ જ પસંદ હતા. બાળકો તેમને ચાચા કહીને બોલવાતા હતા તેથી ભારતમાં તેમને કેટલાક લોકો ચાચા નહેરુ કહીને પણ બોલાવે છે.
ભારતમાં, 1964 પહેલા 20 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવતો હતો, પરંતુ જવાહરલાલ નેહરુના મૃત્યુ પછી, તેમના જન્મદિવસ એટલે કે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિશ્વના ઘણા દેશોમાં 1 જૂનના રોજ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેટલાક દેશો સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા અનુસાર 20 નવેમ્બરે બાળ દિવસ ઉજવે છે.
આ ઉપરાંત 14 નવેમ્બરનો દિવસ ઈતિહાસની અનેક મહત્વની ઘટનાઓ અને યાદો સાથે જોડાયેલો દિવસ છે. વર્ષ 1681માં 14 નવેમ્બરના દિવસે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અલગ રજવાડા તરીકે બંગાળની રચનાની જાહેરાત કરી. 1889: સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મ થયો હતો અને બ્રિટિશમાં બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) એ બ્રિટનમાં રેડિયો સેવા શરૂ કરી. વર્ષ 1964માં આ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવાની ભારતમાં સત્તાવાર જાહેરાત થઈ.