હવે IPL રમી શકશે 15 ખેલાડીઓ – નવા નિયમથી પ્લેયર્સમાં ખુશી છવાઈ
- આઈપીએલમાં આવ્યો નવો નિયમ
- હવે રમી શકશે એક ટિમમાં 15 ખેલાડીઓ
દિલ્હીઃ- દેશભરમાં અને દેશનીબહાર પણ ક્રિક્રેટ જોવાનો ઘણો ક્રેઝ જોવા મળે છે, ત્યારે હવે આઈપીએલને લઈને નવા નિયમે ક્રિકેટ રમતવીરોમાં ખુશી લાવી દીધી છે, જી હા આ નવા નિયમ પ્રમાણે હવે આઈપીએલની એક ટીમમાં 15 ખેલાડીઓઉલ્લેખનીય છે કે આઈપીએલ મેચ સૌથીા વધુ જોવાતી મેચોમાંથી એક છે,દેશભરમાં આઈપીએલના ચાહકો છે લોકો આતુરતાથી આ મેચની રાહ જોતા હોય છે.
આ પહેલા મેચ દરમિયાન 11 ખેલાડીઓના સમાવેશ થયો હયો પરંતુ હવે બીસીસીઆઈ દ્રારા કરવામાં આવેલા ફેરફાર પ્રમાણે 15 ખેલાડીઓ પ્લેઇંગ-11માં સ્થાન મેળવવા માટે લાયક બનશે.
આ માટે બોર્ડ 11 ઓક્ટોબરથી શરૂ થનારી T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરી શકે છે. આ નિયમ અનુસાર, મેચ દરમિયાન પ્લેઈંગ-11માં કોઈપણ એક ખેલાડીને બદલી શકાય છે. આ માટે ટીમે ટોસ સમયે 11 ખેલાડીઓમાંથી 4 વધારાના ખેલાડીઓના નામ આપવા પડશે. એટલે કે આ 15 ખેલાડીઓ મેચ રમવા માટે લાયક છે. 4 વધારાના ખેલાડીઓમાંથી કોઈપણ એકનો ઉપયોગ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે થઈ શકે છે. નિયમ અનુસાર, મેચ દરમિયાન બંને ટીમો માત્ર એક જ વાર ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકે છે.
મીડિયા એહવાલ પ્બીરમાણે સીસીઆઈએ આ સંબંધમાં તમામ રાજ્ય એસોસિએશનોને એક પરિપત્ર મોકલ્યો છે. અને જણાવ્યું છે કે , T20 ક્રિકેટની સતત વધતી જતી લોકપ્રિયતા સાથે, તે આવશ્યક છે કે આપણે નવી વસ્તુઓ રજૂ કરીએ જે ફોર્મેટને માત્ર અમારા ચાહકો માટે જ નહીં પરંતુ ટીમો માટે પણ વધુ આકર્ષક અને રસપ્રદ બનાવીએ.