Site icon Revoi.in

સરકારી ટ્વિટર અકાઉન્ટમાં ગ્રે વેરિફાઈડ ટિક – PM મોદી સહિત વિશ્વના નેતાઓના અકાઉન્ટસના માર્ક બદલાયા

Social Share

દિલ્હીઃ- ટ્વિટરની માલિકી જ્યારથી ટેસ્લાના સીઈઓ એલન સમ્કે સંભાળી છે ત્યારેથી ટચ્વિટરમાં બ્લુમાર્કને લઈને અનેક વિવાદ ચાલ્યો, આ સહીત ટ્વિટર અનેક રીતે ચર્ચામાં આવ્યું જો કે અને મથામણ બાદ હવે છેવટે ટ્વિટરે સરકારી ખાતાઓમાં ગ્રે ટીક લાગુ કરી દીઘુ છે.જો કે હજી આ બધા ડ એકાઉન્ટ્સમાં જોવા મળ્યું નથી પરંતુ કેટલાક વિશ્વના નેતાઓના અકાઉન્ટમાં લાગૂ કરાયું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ટ્વિટરની નવી વેરિફિકેશન સિસ્ટમ ટીકનો રંગ ગ્રે જોવા મળી રહ્યો છે ,સરકારી અધિકારીઓ અને સંસ્થાઓ હવે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર તેમના નામની બાજુમાં ગ્રે ટિક સાથે જોવા ણળે છે. આ ફેરફાર પહેલાથી જ કેટલીક પ્રોફાઇલ પર જોવામાં આવ્યો છે.

જો કે હવે  પીએમ મોદી, યુએસ પ્રમુખ જો બાઈડેન અને યુકેના પીએમ ઋષિ સુનક સહિત ઘણા નેતાઓના ટ્વિટર પ્રોફાઇલ પર ગ્રે ટિક દેખાય  રહ્યું છે. હજી તેનો સંપૂર્ણ અમલ થવાનો બાકી છે, ઘણા રાજકારણીઓની પ્રોફાઇલ હજુ પણ જૂની બ્લુ ટિક સાથે દેખાઈ રહી છે.

સીઇઓ એલોન મસ્ક તેમની નવી ચકાસણી સિસ્ટમની જાહેરાત કરવા માઇક્રોબ્લોગિંગ સાઇટ પર ગયા હતા. વિલંબ માટે માફ કરશો, અમે આવતા અઠવાડિયે શુક્રવારે ચકાસણી શરૂ કરી રહ્યા છીએ, એમ તેમણે ટ્વિટ કર્યું હતું. કંપનીઓ માટે ગોલ્ડન ચેક, સરકાર માટે ગ્રે ચેક, સામાન્વ્યય ક્તિઓ માટે વાદળી અને બધા વેરિફાઇડ એકાઉન્ટ્સ મેન્યુઅલી પ્રમાણિત કરવામાં આવશે.

આ સાથે જ એલન મસ્ક એ સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે વિવિધ રંગોના ઉપયોગ વિશે ટ્વિટ કર્યું હતું, પરંતુ તાજેતરમાં જ વિગતો આપી હતી. જો કે તેમણ ેબધા વેરિફઆઈટ અકાઉન્ટ્સ માટે બ્લૂ ટિકની વાત કરી હતી.