1. Home
  2. ગુજરાતી
  3. દારૂ પીધેલા શખસને પકડવા માટે હવે પોલીસની નવી તરકીબ, વિફ ટેસ્ટ દ્વારા દારૂડિયાની પરખ કરાશે
દારૂ પીધેલા શખસને પકડવા માટે હવે પોલીસની નવી તરકીબ, વિફ ટેસ્ટ દ્વારા દારૂડિયાની પરખ કરાશે

દારૂ પીધેલા શખસને પકડવા માટે હવે પોલીસની નવી તરકીબ, વિફ ટેસ્ટ દ્વારા દારૂડિયાની પરખ કરાશે

0
Social Share

અમદાવાદ:  ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલાક લોકો દારૂ પીને બિન્દાસ્તથી ફરવા નિકળતા હોય છે. પોલીસ માટે દારૂડિયાને પકડવા પણ મુશ્કેલ બનતા હોય છે. કારણ કે દારૂડિયાને પકડ્યા બાદ તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. બ્લડમાં આલ્કોહલ હોય ત્યાર બાદ તેની સામે ગુનોં નોંધાતો હોય છે. દારૂડિયાએ દારૂ પીધો છે કેમ તે પોલીસ અઘરૂ પડતું હોય છે એટલે હવે પોલીસે નવી-નવી તરકીબ શોધી કાઢી છે.  પોલીસ દારુ઼ડિયાઓને પકડવા માટે ‘વિફ ટેસ્ટ’ (હવાની લહેર દ્વારા દુર્ગંધ પારખવી) કરી રહી છે. આ ટેસ્ટ કરવાથી પોલીસને કોરોનાનું સંક્રમણ લાગવાનું જોખમ પણ નથી રહેતું.

શહેર પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ વ્યક્તિએ દારુ પીધો છે કે કેમ તે જાણવા માટે તેઓ પવનની લહેરખીનો ઉપયોગ કરશે. અમે શકાંસ્પદ વ્યક્તિને પોલીસની સામે જ ઊભા રાખીશું. ત્યાર પછી હવાની દિશા કઈ તરફ છે તે નક્કી કરી તે વ્યક્તિને એવી રીતે ઊભો રાખીશું જેથી હવાની લહેર તેના પરથી થઈને અમારા સુધી પહોંચે. આ પ્રકારે સુંગધ પરથી અમને ખબર પડી જશે કે જે-તે વ્યક્તિએ દારુનું સેવન કર્યું છે કે કેમ, તેમ એક પોલીસકર્મીએ જણાવ્યું હતું

પોલીસના કહેવા અનુસાર, 26 જૂને શહેર પોલીસ પાસે દારુને લગતી ફરિયાદ આવી હતી. જે બાદ તેમણે આ જ પદ્ધતિ દ્વારા પરખ કરી નારણપુરાના 48 વર્ષીય શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં નોંધાયેલી FIRમાં ઉલ્લેખ છે કે, કોરોના મહામારી ઝડપથી ફેલાઈ રહી છે ત્યારે મોં સૂંઘીને પરખ કરવી અયોગ્ય છે કારણકે તેના લીધે સંક્રમિત થવાનું જોખમ છે. અમે તે શખ્સને ટટ્ટાર ઊભો રાખ્યો અને હવા દ્વારા નક્કી કર્યું કે દારુની તીવ્ર ગંધ આ શખસમાંથી જ આવી રહી છે. તેણે દારુ પીધો છે તેની ખાતરી કર્યા બાદ અમે ગુનો દાખલ કર્યો હતો.

અગાઉ ટ્રાફિક પોલીસે યુએસમાં કરવામાં આવતા ફિલ્ડ સોબ્રાયટિ ટેસ્ટ (વ્યક્તિ સ્થિર ઊભો રહી શકે છે, લથડિયા ખાધા વિના ચાલી શકે છે કે કેમ તેની તપાસ)નો સહારો દારુ પીને ગાડી ચલાવતા લોકોને પકડવા માટે લીધો હતો. કોરોના કાળમાં બ્રેથએનાલાઈઝર દ્વારા સંક્રમણ ફેલાવાનું જોખમ હોવાથી આ વિકલ્પ ઉપયોગમાં લેવાયો હતો.

કોરોના મહામારી શરૂ થઈ ત્યારે પોલીસે સંક્રમણ ના લાગે તે માટે શંકાસ્પદ લોકોના મોં સૂંઘવાનું બંધ કરી દીધું હતું. મોં સૂંઘવાને બદલે પોલીસે શકમંદોની આંખો તપાસવાનું શરૂ કર્યું હતું. જો તે વ્યક્તિને આંખ લાલ હોય તો તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવતો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code