- જૂના વાહનોની રી-રજીસ્ટ્રેશન કરાવીની ફી વધારાઈ
- આ ફિમાં 8 ગહણો વધારો 1લી ઓક્ટબરથી અમલી બનશે
દિલ્હી – સમગ્ર દેશમાં પ્રદૂષણ ઘટાડવાની કવાયત હાથ ધરાી રહી છે, જે પ્રમાણે વાહનોના નિયમોમાં પણ કેટલાક ફેરફાર થઈ રહ્યા છે તે સાથે જ વધતા અકસ્માતોની સંખ્યાને કંટ્રોલમાં રાખવા 15 વર્ષ જૂના વાહનોને ફીટનેસ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યું છે આ સાથે જ જે વાહનો આ ટેસ્ટમાં ફેલ થાય છે તો આ પ્રકારના વાહનોને સ્ક્રેપમાં મોકલવા સહિતની જે નવી જોગવાઈ સરાકર અમલી બનાવવા જઈ રહી છે
આ સમગ્ર બાબતે કેન્દ્ર સરકારે 15 વર્ષ કે તેથી વધુ જૂના વાહનોને રજીસ્ટ્રેશન અને આર.સી.બુક રીન્યુ કરાવવાની ફીમાં હવે આઠ ગણો વધારો કર્યો છે જે ઓકટોબર મિહાનાની 1લી તારીખથી અમલમાં લાવવા જાહેરાત કરવામાં આવી છે.
આ સિવાય જૂના બાઇકના રજીસ્ટ્રેશન માટે 300 રૂપિયાની જગ્યાએ ઓક્ટોબર બાદ 1 હજાર રૂપિયા સુધી ચૂકવવાના રહેશે, 15 વર્ષ જૂના કોમર્શિયલ વ્હીકલ એટલે કે બસ અને ટ્રક ફિટનેસ રિન્યુઅલ સર્ટીફીકેટ માટે હાલની સરખામણીમાં 21 હજાર 500 રૂપિયા એટલે કે 21 ગણી વધારે ફી ચૂકવવી પડી શકે છે.
આ નિયમ મુજબ પ્રાઇવેટ વાહનોના રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવામાં જો વિલંબ થાય છે તો દર મહિને 300 થી લઈને 500 રૂપિયા સુધીની પેનલ્ટી પણ ભરવાની રહેશે. આ સાથએ જ મર્શિયલ વ્હીકલ્સ માટે ફીટનેસ સર્ટીફીકેટ રિન્યુઅલમાં મોડુ થશે તો 50 રૂપિયાની પેનલ્ટી ભરવાની રહેશએ
કેન્દ્રના માર્ગ પરિવહન વિભાગે આ માટેનો એક ડ્રાફટ અને નોટીફીકેશન તૈયાર કર્યુ છે જે વાહનોની સ્ક્રેપ પોલીસનો એક ભાગ છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સર્વોચ્ચ અદાલતે પણ 10 વર્ષથી જૂના વાહનોની પોલીસી નિશ્ર્ચિત કરવાની સૂચના આપી હતી.
સાહિન-